વાગડોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. 16
પાટણ સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામની સીમમાં પ્રેમી પંખીડાએ અગમ્ય કારણોસર ઝાડ પર દુપટ્ટા વડે લટકી આપઘાત કર્યો હોવાની ઘટના ને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડા ની લાશને નીચે ઉતારી પંચનામું કરી પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવની મળતી હકીકત મુજબ સરસ્વતી તાલુકાના વાણા ગામના 22 વર્ષીય ઠાકોર પ્રકાશજી ચેનાજી ને બનાસકાંઠા ના સામઢી ગામની 17 વર્ષીય કિંજલ બદસંગજી ઠાકોર નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય ગત રોજ બન્ને પ્રેમી પંખીડાઓએ સાથે જીવવા મરવાના કોલ પુરા કરવા સરસ્વતી તાલુકાના હેમાણીપુરા ગામની સીમમાં ઝાડ પર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં અને બનાવની જાણ વાગડોદ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે પહોંચી પ્રેમી પંખીડા ની લાશને નીચે ઉતારી પંચનામું કરી લાશોને પીએમ માટે ખસેડી મૃતક યુવક યુવતી ના પરિવાર જનોને જાણ કરી આગની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
બનાવ ના પગલે મૃતક યુવક અને યુવતી ના પરિવારજનોમાં દુખની કાલિમા છવાઈ જવા પામી હતી.
અહેવાલ યશપાલ સ્વામી