જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સંકલનથી દાતા પરિવાર દ્વારા કોમ્પ્યુટર લેબ તૈયાર કરવામાં આવી..
પાટણ તા. 16
જૈનોની તિર્થ નગરી શંખેશ્વર ખાતે જન મંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલ ના સંયુક્ત ઉપક્રમે દાતા સરયુબેન.પી.કોઠારી મુંબઈ પરિવાર દ્વારા શિક્ષણ જગતમાં ડિજિટલ ક્રાંતિ લાવવાના ઉદેશ સાથે સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમવાર નવરાત્રી ના બીજા દિવસે સોમવાર ના રોજ ઓલ ટાઈમ એજ્યુકેશન એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શંખેશ્વરમાં ખાતે પ્રારંભ કરાયેલ એટીએ લેબ ની માહિતી પ્રદાન કરતાં શંખેશ્વર જનમંગલ સેવા ટ્રસ્ટના ચેરમેન શ્રીમતી જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવા શંખેશ્વર જેવા પછાત વિસ્તારની પસંદગી કરી દાતાએ ઉદાર હાથે સખાવત અપૅણ કરી 20 કોમ્પયુટર સેટ કાયૅરત બનાવવામાં આવ્યાં છે જેમાં ધો.1 થી ધો. 8 સુુધી ના અભ્યાસ ક્રમ ને લગતાં 1200 થી શિક્ષણ જ્ઞાન ના ભંડાર ને અપડેટ કરવા માં આવ્યો છે જે અભ્યાસ ક્રમ બાળકો આંગળી ના ટેરવે અને હેડફોન ના માધ્યમથી અભ્યાસ કરી શકશે.
શંખેશ્વર જેવા પછાત વિસ્તારમાં જરૂરિયાત મંદ પરિવારના બાળકો કે જેઓ શિક્ષણની ફી સાથે ટ્યુશન ની ફી ભરવા સક્ષમ નથી તેવા પરિવારના બાળકોને જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલ ના માધ્યમથી દાતા પરિવાર દ્રારા કાર્યરત કરાયેલી શિક્ષણ જગતની ક્રાંતિ સ્વરૂપ અને સમગ્ર ગુજરાતમાં શંખેશ્વર ખાતે પ્રારંભ કરાયેલ એટીએ ડિજિટલ કોમ્પ્યુટર લેબ આશીર્વાદ રૂપ બની રહેશે આગામી દિવસોમાં ધો.9 થી 12 વિધાર્થીઓ માટે પણ ઓનલાઇન એજયુકેશન ડેટા અપડેટ કરી આ શૈક્ષણિક ક્રાતિ ને વધુ વિસ્તારવામાં આવનાર હોવાનું પણ શ્રીમતી જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું.
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા શાંતિનાથ સેવા ચેરીટેબલ ના ચેરમેન અને બેલ્જિયમ નિવાસી કિશોરભાઈ શાહે પણ શંખેશ્વર ખાતે દાતા પરિવાર દ્વારા શરૂ કરાયેલી ડિજિટલ કોમ્પ્યુટર લેબની સુવિધાને સરાહનીય લેખાવી હતી.શંખેશ્વર ગ્રામ પંચાયતના સરપંચ ડી. કે. ગઢવી એ પણ શંખેશ્વર જેવા પછાત વિસ્તારમાં જનમંગલ સેવા ચેરીટેબલ અને શાંતિનાથ સેવા ચેરીટેબલના પ્રયાસથી દાતા પરિવાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ પરિવાર ના બાળકોને પણ ડિજિટલ શિક્ષણ મળી રહે તેવા ઉમદા આશયથી શરૂ કરવામાં આવેલ આ લેબ માટે શુભેચ્છા પાઠવી હતી.
શંખેશ્વર ખાતે ડિજિટલ શિક્ષણ ક્ષેત્રે એ ટી એ ઓલ ટાઈમ એજ્યુકેશન કોમ્પ્યુટર લેબના પ્રારંભ પ્રસંગે ચાણસ્મા ના ધારાસભ્ય દિનેશજી ઠાકોર સહિત જૈન શ્રેષ્ઠીગણ સહિત ના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.