પાટણ તા. 16
પાટણ તાલુકા પંચાયત સામાજીક ન્યાય સમિતિ ના ચેરમેન ની વરણી માટે સોમવારે તાલુકા પંચાયત કચેરી ખાતે બેઠક મળી હતી. જેમાં નરેશભાઈ એમ પરમારની સતત ત્રીજી વખત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે વરણી કરવામાં આવી હતી.
સતત ત્રીજી વખત નરેશભાઈ એમ.પરમાર ની કરાયેલ વરણી ને પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, પુર્વ કોપ્ટ સભ્ય સામાજીક ન્યાય સમિતિ તા.પં પાટણ પરમાર ત્રિભોવનભાઈ જયંતિભાઈ (રાજપુર) સહિત નાઓએ મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી