fbpx

પાટણ મનસુરી સમાજ સેવા મંડળ આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાહિલ ઈલેવન ચેમ્પિયન બની..

Date:

પાટણ તા.૧૭
પાટણ મનસુરી સમાજ સેવા મંડળ આયોજિત મનસુરી ક્રિકેટ લીગ મેચનું યુનિવર્સિટી મેદાનમાં એક દિવસીય આયોજન કરાયું હતું જેમાં ત્રણ ટીમોએ ભાગ લીધો હતો.આ લીગ મેચ ની ફાઈનલ મેચ સાહિલ ઈલેવન અને નઈમ ઈલેવન વચ્ચે રમાઈ હતી.જેમાં સાહિલ ઈલેવનનો ભવ્ય વિજય થતાં ઉપસ્થિત મહાનુ ભાવો ના વરદ હસ્તે વિનર ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી.સાથે દરેક ટીમ ના ખેલાડીઓને પણ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.

પાટણ મનસુરી સમાજ સેવા મંડળ દ્વારા આયોજિત આ ક્રિકેટ લીગ મેચમાં મુખ્ય અતિથિ તરીકે પાટણ નગર પાલિકા ના પ્રમુખ હિરલબેન પરમાર તથા મનસુરી સમાજના ડો હમીદભાઈ મન્સુરી, મુમતાઝ બેન,ડો સામિયા બેન,ડો ઉઝેરભાઈ, નૌમાનભાઈ તથા રોટરી ક્લબ ના પ્રમુખ તથા રાજ્યપાલ દ્વારા સન્માનિત શિક્ષક ઝુઝારસિહ સોઢા સહિત ના મહાનુભાવોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.આ ક્રિકેટ મેચ મા ભાગ લેનાર ત્રણેય ટીમ ને મુમતાઝબેન મનસુરી દ્રારા રૂ. ૫૧૦૦/- નું ઇનામ અને ઝુઝારસિહ સોઢા દ્રારા રૂ. ૧૧૦૦/- ઈનામ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં.મુમતાઝબેને ખેલાડીઓના ઉત્સાહને વધાર્યો હતો. ડો સોઢાએ પણ ત્રણેય ટીમો ને ૧૧૦૦/- આપી પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન એઝાઝભાઈ (રિપોર્ટર) કર્યું હતું. મહેમાનોની આભાર વિધિ સમાજ ના પ્રમુખ સાજીદભાઈ એ કરી હતી.. કિકેટ ખુબ જ રોમાંચક રહી હતી.. ક્રિકેટ નું આયોજન ફ્ક્ત એક જ આશય થી કર્યો હતો..

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર ચોકમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી. પાટણ...

ચાણસ્મા વિધાનસભા વિસ્તારના પ્રશ્નોને જનમંચ કાર્યક્રમ થકી સાંભળતા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા..

લોકોની સમસ્યાઓ જાણી વિધાનસભામાં તેની ધારદાર રજૂઆત કરવાની ખાતરી...