fbpx

જે ત્રણ રથોમાં બિરાજમાન થઈ ભગવાન નગરચર્યાએ નીકળવાના છે તે ત્રણેય રથોની સફાઈ કામગીરી શરૂ કરાઈ..

Date:

પાટણ તા. ૨૮
જગન્નાથ ભગવાન,ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી જે ત્રણ ચાંદી મઢીત રથોમાં ચાલુ વર્ષે શહેરની 142 મી નગર ચર્યા એ નીકળવાના છે તે ત્રણેય ચાંદી મઢીત રથોની છેલ્લા ઘણા વર્ષોથી સફાઈ અને પાલીસ કામ ગીરી હરેશભાઈ રાણા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવે છે.તો ત્રણેય રથો ના પૈડાઓ ને ઓઇલ અને ગ્રીસ નું કામ મુસ્લીમ યુવાન ઐયુબભાઈ દ્રારા કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ તેઓ દ્વારા ઉપરોક્ત કામગીરી ખૂબ સુંદર રીતે હાથ ધરવામાં આવી છે.

ભગવાનના ત્રણેય રથોની વર્ષોથી સફાઈ કામગીરી કરતા ઉપરોક્ત બંને યુવાન ઐયુબભાઈ અને હરેશ ભાઈ એ જણાવ્યું હતું કે ભગવાન જે રથોમાં બિરાજમાન બની શહેરની નગરચયૉ એ નીકળે છે તે રથો ની સફાઈ કામગીરી કરવાનો આનંદ અનેરો હોય છે અમે આ કામગીરી કરી અમારી જાતને ધન્યભાગ માની એ છીએ અને ભગવાનની સેવા માટે કરાતી આ કામગીરી થી આખું વષૅ અમારી ઉપર ભગવાન ના આશીર્વાદ રહે છે અને અમારા ધંધા રોજગાર મા બરકત રહેતી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા – મહેસાણા હાઇવે માર્ગ પર ધીણોજ નજીક ટેલર પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો..

ઘટના સ્થળે ઉપસ્થિત લોકોએ કારમાં ઇજાગ્રત બનેલા લોકોને બહાર...

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે કમ્યુટર હાર્ડવેર પર વર્કશોપ યોજાયો…

પાટણ તા. 20 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના...

પાટણ જિલ્લાનું ધો 10 નું 83 ℅ પરિણામ : 284 વિધાર્થી ઓ એ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો…

પાટણ તા. 11ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...