પાટણ તા. 17
પાટણ લોક કલ્યાણ સેવા ગ્રુપ સંસ્થા ગુજરાત નેજા હેઠળ સ્થાપિત તૂરી બારોટ નારી શક્તિ મહિલા સંગઠન ગુજરાત ની કારોબારી મીટીંગ મંગળવારે પાટણ સરકીટ હાઉસ ખાતે મળી હતી. જેમાં નારી શક્તિ સંગઠન દ્વારા શુ કામગરી કરી તે બાબતે તમામ મહિલાઓ સાથે ચર્ચા વિચારણા સાથે આગામી કામગરી બાબતે સમિક્ષા કરી શુ કામ કરવું તે બાબતે કારોબારી સભ્યોએ પોતાના મંતવ્યો રજૂ કરી તમામ સભ્યોની બહાલી સાથે મંજૂર કર્યા હતા. આગામી સમય સમગ્ર ગુજરાત 1000 હજાર વધુ મહિલા બહેનો જોડી આ સંગઠન વધુ મજબૂત બનાવી મહિલાઓનો સવૉગી વિકાસ થાય તે બાબતે વિચારો રજૂ કરી સિદ્ધપુર કાર્તિકી પૂનમના મેળાના દિવસે ભવ્ય વિસામો કેમ્પ મહિલા સંગઠન દ્વારા કરવા માટે અયોજન પણ વિચારણા હેઠળ મૂકવામાં આવ્યું હતું.તો જોબ માટે સેમિનાર ની ટૂંક સમયમાં તારીખ જાહેર કરી પાટણ ખાતે આયોજન કરવા માટે મંજુર કરવામાં આવ્યું હતું.
આજની બેઠકમાં મહત્વના નિર્ણયો કરી સંમતિ મેળવી અમલ મુકવામાં આવ્યા હતા નારી શક્તિ મહિલા અધ્યક્ષ અંજના બેન પરમારે તમામ બાબતે મહિલાઓની સાથે પરામર્શ કરી મહિલાઓને વિકાસ,શિક્ષણ અને સામાજિક બાબતે માહિતી ગાર કરી મહિલા ઓને પગ ભર કરવા માટે સમગ્ર ગુજરાતમાં મહિલાઓ સાથે જોડાઈ આ મહિલા સંગઠન આવતી કાલે બહેનોને દિશા આપવાનું કામ આ સંસ્થાના માધ્યમ દ્વારા કરવા જણાવ્યું હતુંસંસ્થાના મહામંત્રી દિયા બારોટે પણ મહિલા ઓ અલગ અલગ પ્રકારની તાલીમ મેળવી પગ ભર બને તેમજ દરેક જિલ્લામાં સભ્ય નોંધણી ઝૂબેશ ચલાવી કામગરી પૂર્ણ કરવા જણાવેલ હતું.આ મીટીંગ માં પાટણ શહેર સહ કન્વીનર સુસ્મિતાબેન, કન્વીનર અકિતાબેન, ડીસા શહેર કન્વીનર સુરેખાબેન બારોટ,કડી તાલુકા શહેર કન્વીનર મીનાબેન બારોટ,અમદાવાદ શહેર કન્વીનર ઉષાબેન બારોટ સહિત અન્ય મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
અહેવાલ યશપાલ સ્વામી