fbpx

પાટણની કે.કે.ગર્લ્સ હાઇસ્કુલ ખાતે અમૃત કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો…

Date:

પાટણ તા.19
પાટણ ખાતે અમૃત કળશ યાત્રાનો કાર્યક્રમ શહેરની કે. કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં કળશને એકત્ર કરીને તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન જયરામભાઈ રબારીના હસ્તે વધામણા કરવામાં આવ્યા હતા.

દેશભરમાં મેરી માટી મેરા દેશ અંતર્ગત અમૃત કળશ યાત્રા કાઢવામાં આવી હતી. જેને પગલે ગુજરાતના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરે ઘરે કળશ લઈ જઈ માટી એકત્ર કરવામાં આવી હતી. જેના ભાગરૂપે પાટણ શહેરમાં આવેલ કે. કે. ગર્લ્સ હાઇસ્કુલ ખાતે વિવિધ ગામની માટી એકઠી કરીને અમૃત કળશ આપવામાં આવ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખના હસ્તે તાલુકામાંથી આવેલ થોડી થોડી માટી લઈ તાલુકાના અમૃત કળશમાં નાખી વધામણા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ લલીબેન જયરામભાઈ રબારી, ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર, પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ, પૂવૅ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી. પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથ ઠાકોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આર.કે. મકવાણા, પાટણ તાલુકા વિકાસ અધિકારી કેતનભાઈ પ્રજાપતિ,સામાજિક ન્યાય સમિતિ નાં ચેરમેન નરેશભાઈ પરમાર, તેમજ વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ અને નાગરીકો  ઉપસ્થિત હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પી.પી.પટેલ હાઇસ્કૂલ, ચાણસ્મા ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો અને શ્રેષ્ઠ શિક્ષકના સન્માન નો કાર્યક્રમ યોજાયો..

પી. પી. પટેલ હાઇસ્કૂલ, ચાણસ્મા ખાતે નિવૃત્ત થતાં શિક્ષકો અને શ્રેષ્ઠ શિક્ષકના સન્માનનો કાર્યક્રમ યોજાયો.. ~ #369News