google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સિદ્ધપુર ખાતે તાલુકા કક્ષાનો “મેરી મિટ્ટી, મેરા દેશ” કળશ યાત્રા કાર્યક્રમ યોજાયો…

Date:

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતની અધ્યક્ષતામાં પવિત્ર માટીના કળશનો સ્વિકાર કરવામાં આવ્યો.

પાટણ તા.19
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અમૃત કળશ યાત્રા યોજાઈ રહી છે. જેના ભાગરૂપે ગામે ગામની પવિત્ર માટી એકત્ર કરવામા આવી છે. જેને આગામી દિવસોમા દેશની રાજધાની દિલ્હી ખાતે મોકલવામા આવનાર છે ત્યારે સિદ્ધપુર તાલુકાની પવિત્ર માટી ભરેલા કળશનો સ્વીકાર કરવા ગુરૂવારે સિદ્ધપુર તાલુકા વહીવટી તંત્રના આયોજનથી તાલુકા પંચાયતના પટાંગણમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપુતના અધ્યક્ષસ્થાને મેરી મિટ્ટી, મેરા દેશ” કળશ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સિદ્ધપુર તાલુકામા આવેલ ગામોની પવિત્ર માટી ભરેલા કળશ લઈને સરપંચો, તલાટીઓ તેમજ વહિવટદારો હાજર રહ્યા હતા.

કાર્યક્રમમાં સરપંચો તેમજ વહીવટદારોએ એમના ગામના અમૃત કળશ સાથે એમના ગામની પવિત્ર માટીના કળશને કેબિનેટ મંત્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ “મારી માટી મારો દેશ” અંતર્ગત દેશના ગામડા
ઓની માટી દિલ્હી પહોંચશે.આજે આઝાદીના અમૂર્ત મહોત્સવ નિમિત્તે દેશ એકસુત્રમાં બંધવા જઈ રહ્યો છે. આજે હું 56 ગામના ગામવાસીઓને બિરદાવું છું તેઓ પોતાના ગામમાંથી માટીનો કળશ લઈને આવ્યા છે.

આ કળશ રાજ્યમાં જશે ત્યારબાદ સમગ્ર રાજ્યનો કળશ દિલ્હી પહોંચશે. આપણે દિલ્હી જઈશું ત્યારે આપણને પણ પોતાના ગામની માટી અહી છે તેવો અહેસાસ થશે.કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું કે ભારત દેશ આજે મહાસત્તા બનવા જઈ રહ્યો છે. શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. યુવાઓને રોજગારી મળી શકે તે માટે રાજ્ય સરકારે વ્યવસ્થા કરી છે.આ બધા પ્રયત્નોને લીધે આજે દેશ ઇકોનોમિક ક્ષેત્રે 05 મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. નજીકના ભવિષ્યમાં ભારત દેશ 5 ટ્રિલિયન ઇકોનોમી બનશે ત્યારે એકતાનો સંદેશ વિશ્વમાં જશે. આ બધા પ્રયત્નોને લીધે વિશ્વમાં ભારતના શબ્દોનું વજન વધી રહ્યું છે. જે આપણા સૌના માટે આંનદ સાથે ગૌરવની વાત છે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ ગીરીબેન ઠાકોર, સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનીતાબેન પટેલ, જીલ્લા કલેકટર અરવિંદ વિજયન, જીલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી,અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, એ.પી એમ.સી.ના ચેરમેન વિષ્ણુભાઇ પટેલ, સંગઠનનાં હોદ્દેદારો્મ,સિદ્ધપુર તાલુકાના ગામોના સરપંચો તથા પ્રતિનિધિઓ ઉપરાંત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

કાંસા હાઈ.નુ સા.પ્રવાહનું ૯૬ % ઝળહળતુ પરિણામ…

પાટણ તા. ૯પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાની શ્રી એસ.પી ઠાકોર...

હાંસાપુર પ્રાથમિક શાળામાં 328 દિવ્યાંગ વિદ્યાર્થીઓને કિટનું વિતરણ કરાયું…

પાટણ તા. ૧૬સમગ્ર શિક્ષાની કચેરી પાટણ અને એલીમ્કો ઉજ્જૈન...

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ..

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.. ~ #369News