પાટણ તા. 18
વારાહી સબસ્ટેશન પાસે પોતાનું ટુ વ્હીલર બાઈક લઈને ગંજબજાર થી વારાહી તરફ આવતા ચાલક ને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી પૂર ઝડપે આવી ટક્કર મારતાં બાઈક ચાલક નું કરૂણ મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવવા પામી છે.
બનાવની મળતી હકીકત મુજબ વારાહીના ગોખા તર ગામના ભરવાડ ધોનાભાઈ ભુરાભાઈ બુધવારે પોતાના બાઈક ઉપર વારાહી સબસ્ટેશન પાસેથી ગંજબજાર થઈ વારાહી તરફ જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે તેઓને ટકકર મારતા ધોનાભાઈ ભરવાડ રોડ પર પટકાતાં તેઓનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.
અકસ્માત સર્જનાર અજાણ્યો વાહન ચાલક ટક્કર મારીને પોતાનુ વાહન લઈ ફરાર થઈ ગયો હતો. તો અકસ્માત ની જાણ થતાં લોકો ના ટોળા બનાવના સ્થળે ઉમટી પડયા હતા અને પોલીસ ને જાણ થતાં ધટના સ્થળે પહોંચી આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી