પાંચ શાળાઓના 700 થી વધુ બાળકોને મિષ્ટભોજન જમાડી ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરવામાં આવ્યો..
પાટણ તા. 29 આમ તો દરેક લોકો પોતાના જન્મ દિવસ ની ઉજવણી પરિવારજનો સાથે વિવિધ ઉત્સવો અને પાર્ટીઓ સાથે કરી પોતાના જન્મ દિવસની ઉજવણીને યાદગાર બનાવતા હોય છે. ત્યારે પાટણ પંથકના મુજપુર ગામના પ્રજાપતિ મુકેશભાઈ કાંતિભાઈ નામના યુવાને પોતાના જન્મ દિવસની નહીં પરંતુ દેશના ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહના જન્મદિવસની ઉજવણીને ઉજવી પોતાની દેશભક્તિ અને દેશભકતો પ્રત્યે નો પ્રેમ પ્રગટ કરી તેઓના બલિદાન ને યાદ કર્યો હતો.
મુજપુર ગામે રહેતા પ્રજાપતિ મુકેશભાઈ કાંતિભાઈએ ક્રાંતિકારી શહીદ વીર ભગતસિંહના જન્મ દિવસ નિમિત્તે શુક્રવારના રોજ મુજપુર ગામની કુમાર અને કન્યા શાળા તેમજ આજુબાજુના ખાખબડી,પાલીપુર ગામની શાળાઓના 700 થી વધુ બાળકોને મિષ્ટ ભોજન જમાડી ક્રાંતિકારી વીર શહિદ ભગતસિંહના જન્મદિવસ ની ઉજવણી કરી પોતાની દેશભક્તિ અને દેશ માટે પોતાના પ્રાણોનુ બલિદાન આપનાર દેશભકતો પ્રત્યે નો પ્રેમ વ્યકત કરી દેશના ક્રાંતિકારીઓનું બલિદાન યાદ કરવામાં આવ્યું હતું. મુજપુરના પ્રજાપતિ મુકેશભાઈ કાંતિભાઈ નામના યુવાનની દેશના ક્રાંતિવીર વીર શહીદ ભગતસિંહના જન્મદિન નિમિત્તે આયોજિત કરાયેલ સેવા પ્રવૃત્તિને તમામ શાળાના આચાર્ય અને શાળા પરિવારે સહાનીય લેખાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી