પાટણ તા. ૧૬
સમગ્ર શિક્ષાની કચેરી પાટણ અને એલીમ્કો ઉજ્જૈન આયોજિત દિવ્યાંગ વિદ્યાર્થીઓના એસેસમેન્ટ અને સાધન વિતરણ કેમ્પનું આયોજન શુક્રવારે બીઆરસી ભવન પાટણ દ્વારા હાંસાપુર પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના પાટણ ચાણસ્મા, સરસ્વતી સિધ્ધપુર તાલુકાના 400 જેટલા દિવ્યાંગ બાળકો માટે સાધન વિતરણ અને એએસમેન્ટ કેમ્પમાં 16 ટ્રાઈસિકલ, 10 સી.પી ચેર, 25 કચ એલ્બો, 8 હીયરિંગ મશીન,43 મમતાચેર,200 MHID કીટ,મળી કુલ 328 સાધનોનું દિવ્યાંગ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 6 જેટલા ડોક્ટરોની ટીમ દ્વારા 400 બાળકોની 21 પ્રકારની દિવ્યાંગતાનું એસેસમેન્ટ પણ કરવામાં આવ્યું હતું. આજના આ કાર્યક્રમમાં જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર નરેન્દ્ર સિંહ ચાવડા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પરમાભાઇ નાડોદા,પૂર્વ ઉપપ્રમુખ પ્રિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન જિલ્લા આઇ. ઇ. ડી કો-ઓર્ડીનેટર મધુબેન જાદવના માર્ગદર્શન હેઠળ ચારેય તાલુકાના 28 દિવ્યાંગ શિક્ષકો સાથે હાંસાપુર પ્રાથમિક શાળાના આચાર્ય પ્રહલાદભાઈ પ્રજાપતિ બી. આર. સી કો-ઓર્ડીનેટર મીનાબેન પટેલ સહિત શાળા સ્ટાફ ગણે કર્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી