પાટણ તા.19
પાટણ જીલ્લામાથી સ્ટોક એકસ્ચેન્જના કોઇપણ સત્તાવાર લાયસન્સ વિના ગેર કાયદેસર એપ્લીકેશન દ્રારા ગેર કાયદેસર રીતે વેપાર કરી ટેક્સ ન ચુકવી સરકાર સાથે છેતરપીડી કરતા ઇસમોને શોધી કાઢી કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા દ્રારા સુચના કરતા પાટણ એલસીબી ઈ.ચા.પીઆઈ આર.એમ પરમાર સહિત સ્ટાફના માણસો સાથે એલ.સી.બી.કચેરીએ હાજર હતા. દરમ્યાન બાતમી મળેલ કે પાટણ ગોલ્ડન ચોકડી પાસે જીવન ધારા સોસાયટીના નાકે આવેલ પટેલ ઓટો ગેસની ઓફીસમા બેસી પ્રજાપતિ જીગર હરેશકુમાર પોતે પોતાના મોબાઇલ ફોનમા સિગ્મા ટ્રેડ નામની શેર માર્કેટની એપ્લીકેશનથી ગ્રાહકો પાસેથી તમામ વેપાર સોદા રોકડમા લઈ સરકારને ટેક્સ ચુકવ્યા વગર શેરની લે-વેચ ની પ્રવૃતિ કરી સરકાર ને આર્થિક નુકશાન પહોંચાડી છેતરપીંડી કરીને ઠગાઇ કરે છે.અને હાલમાં તેની આ ગેરકાયદેસર પ્રવૃતિ ચાલુ હોવાની હકીકત મળતા જે હકીકત આધારે એલસીબી ટીમે ઉપરોક્ત ઓફીસે રેડ કરી પ્રજાપતિ જીગર હરેશકુમાર રહે પાટણ બુલાખીપાડોવાળા ને મોબાઇલ નંગ-1 કિ.રૂ.20 હજાર સાથે ના મુદ્દામાલ સહિત પકડી પાડી પાટણ સીટી બી ડીવી.પો.સ્ટે.ગુનો નોધી કોર્ટમા રજુ કરી રીમાન્ડ મેળવી આરોપીના ગે.કા અનાધિક્રુત રીતે ચાલતા ડબ્બા ટ્રેડીંગ નેટવર્કમા સામેલ ઇસમોની તપાસ માટે તજવીજ હાથ ધરેલ છે.પકડાયેલ આરોપી પ્રજાપતિ જીગરકુમાર હરેશભાઇ પુનમચંદ
રહે પાટણ બુલાખીપાડો વાળાએ પોલીસ સમક્ષ આ ગુનામાં સંડોવાયેલો પટેલ વંસતભાઇ રહે.પાટણ અને મોદી મીલાપ રહે અમદાવાદ વાળા ના નામ જણાવતાં પોલીસે ઉપરોક્ત બન્ને શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી