google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના ગુંગડી શાક માર્કેટ અને શ્રમજીવી વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 બુટલેગરો ઝડપાયા..

Date:

પાટણ બી ડિવિઝન પોલીસ અને એલસીબી ટીમે વિદેશી દારૂના જથ્થા સાથે મુદામાલ જપ્ત કર્યો.

પાટણ તા. 19
પાટણ એલસીબી પોલીસમાં શહેરના ગુંગડી શાક માર્કેટ વિસ્તાર માંથી વિદેશી દારૂ ના જથ્થા સાથે બુટલેગરને તેમજ બી ડિવિઝન પોલીસે શહેરના શ્રમજીવી વિસ્તાર માંથી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ બુટલેગરોની અન્ય મુદામાલ સાથે અટકાયત કરી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની મળતી હકીકત મુજબ પાટણ શહેર અને જિલ્લામાંથી દારૂની બદીને નેસ્ત નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ બી ડિવિઝન પીઆઈ આર.એમ.વસાવા,પીએસઆઈ એ.એમ.ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી ભરોસાના બાતમીદારો દ્રારા ચોકકસ બાતમી હકીકત મળેલ કે શહેર ના શ્રમજીવી છાપરા વિસ્તારમાં ઝાલા અનીલકુમાર હિરાભાઈ, ઝાલા સેધુભા કનકસિંહ પ્રતાપસિહ નામના બુટલેગરો વિજય સિનેમા પાસે ભારતીય બનાવટના વિદેશી દારૂનુ વેચાણ કરે છે જે હકીકત આધારે પોલીસે ઓચિંતો છાપો મારતા સ્થળ પરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ બોટલ/ટીન નંગ-182 કિ.રૂ.25426 નો મુદ્દામાલ તથા મોબાઈલ નંગ-2 કિ.રૂ.10500/- તથા એક્ટીવા નંગ-1 કિ.રૂ.30 હજાર મળી કુલ કિ.રૂ.65926 ના મુદામાલ સાથે બન્ને બુટલેગરોની અટકાયત કરી માલ આપના ઠાકોર(ઝાલા) ગીરીશજી ઉર્ફે ટીનાજી કાન્તીજી રહે શ્રમજીવી છાપરા, વિજય સિનેમા પાછળ, પાટણ ને ઝડપી લઈ આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક ઠાકોર જગુભા રહે.શ્રમજીવી છાપરા, વિજય સિનેમા પાછળ, પાટણને ઝડપી લેવા પોલીસે ચક્રોગતિમાન કયૉ છે. તો પાટણ એલસીબી ઈ.ચા.પીઆઈ આર.એમ.પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ એલસીબી પીએસઆઈ આર.કે.પટેલ તથા એલ.સી.બી પોલીસ સ્ટાફના માણસોએ પાટણ સીટી બી ડીવી પોસ્ટે વિસ્તાર માં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે જલારામ મંદિર રોડ ખાતે આવેલ ગુંગડી શાક માર્કેટમા વીર ક્રુપા સ્ટીલ ફનીચર નામની દુકાન આગળ પાટણના બુટલેગરને જ્યુપીટર મોપેડની ડેકીમા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી ગે.કા.વેચાણ કરતા આબાદ ઝડપી લઈ વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીન નંગ-91 કિ.રૂ.17474 તથા મોપેડ કિ.રૂ.15 હજાર, રોકડ રકમ રૂ.13690 મળી કુલ રૂ.46164 ના મુદ્દામાલ સાથે ઝડપી આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ શખસો ને ઝડપી લેવા ચક્રોગતિમાન કયૉ હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના સિધ્ધિ સરોવરે બાલા બહુચર માતાની પૂનમની અસવારી નિકળી.

પાટણ ના સિધ્ધિ સરોવરે બાલા બહુચર માતાની પૂનમની અસવારી નિકળી. ~ #369News

ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…

ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષા નો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો… ~ #369News

પાટણના આનંદ સરોવરને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના કારણે ઓવરફ્લો થતુ અટકાવાશે…

વોટર વર્કસ શાખાના બે કામોના ટેન્ડરો ખોલાયા તો ત્રણ...