google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ પાલિકાના નવનિયુક્ત પ્રમુખના અધ્યક્ષ સ્થાને પ્રથમ સામાન્યસભા યોજાઈ :કારોબારી સહિત 16 કમીટી જાહેર કરાઈ..

Date:

પાલિકાના વિકાસ કામોની રૂપિયા 2.38 કરોડની ગ્રાન્ટ વણ વપરાયેલી પરત થતા વિપક્ષે શાશકો ને ફુલડે વધાવી રોષ વ્યક્ત કર્યો..

પાટણ તા. 19
પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે સતારૂઢ બનેલાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને ગુરુવારે સાંજે પાલિકાના સભાખંડ ખાતે પ્રથમ સામાન્ય સભા મળી હતી જેમાં નગર પાલિકાની 16 જેટલી કમિટીઓની રચના સાથે એજન્ડા પરના 56 કામો અને વધારાના 10 કામો મળી કુલ 66 કામો મંજૂર કરવામાં આવ્યાં હતાં.

પાલિકા પ્રમુખ ના અધ્યક્ષ સ્થાને મળેલી આ પ્રથમ સામાન્ય સભા મા રજુ કરાયેલા કેટલાક એજન્ડા પરના કામો બાબતે વિપક્ષના સભ્યો એ વિરોધ નોંધાવ્યો હતો. તો પિતામ્બર તળાવના બ્યુટી ફિકેશનના કામ બાબતે કલેકટરની મંજૂરી ન મળતા ઉપરોક્ત કામની ગ્રાન્ટ આનંદ સરોવર અને સિધ્ધી સરોવરના ડેવલપમેન્ટ માટે વાપરવા સભ્યોએ સુર વ્યકત કર્યો હતો.

જયારે વિપક્ષના કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા નગરપાલિકાના વિકાસ કામોની બે કરોડ 38 લાખ ઉપરની ગ્રાન્ટ બિન વપરાયા વગરની સરકાર દ્વારા પરત મંગાવવા મામલે પાલિકા ના સત્તાધીશોની આવડતના કારણે દિવાળીના સમયમાં શહેરીજનોને મુશ્કેલીઓ ભોગવવાનો વારો આવ્યો હોવાનું જણાવી શાસક પક્ષના સભ્યો ઉપર ફૂલોની વર્ષા કરી ગ્રાંટ પાછી જવા બાબતે હૈયાવરાળ ઠાલવી હતી.

તો કેટલાક મુદ્દે શાસક અને વિપક્ષના સભ્યોએ પાલિકાના ચીફ ઓફિસર સામે પણ રોષ વ્યક્ત કરતાં જોવા મળ્યા હતા. પાટણ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ હિરલબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સામાન્ય સભામાં નગરપાલિકાની 16 જેટલી શાખા ના ચેરમેન અને સભ્યોની વર્ણી કરવામાં આવતા નવનીત ચેરમેનો અને સભ્યોની વર્ણીને ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોએ મીઠું કરાવી પાટણ શહેરના વિકાસને વેગવંતો બનાવવા શુભેચ્છાઓ પાઠવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રોટરી ક્લબ ઓફ પાટણે નેશન બિલ્ડર એવોર્ડ થી પાટણના ૧૦ શ્રેષ્ઠશિક્ષકોને સન્માનિત કયૉ…

શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ભૂલી જનાર વડીલો ને વૃદ્ધા...

પાટણ નગરપાલિકાએ આખરે ફાયર સેફ્ટી ને ધ્યાનમાં રાખીને ફાયર સેફ્ટી સુવિધા ઉપલબ્ધ બનાવી…

પાટણ તા. ૩૦પાટણ નગરપાલિકા દ્વારા ફાયર સેફટી નિયમોનું પાલન...

પાટણના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એકનું મોત..

પાટણના શંખેશ્વર પંચાસર માર્ગ પર બે લક્ઝરી અને ઇકો વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા એકનું મોત.. ~ #369News