fbpx

પાટણના વતની પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિયને ભારતીય ગ્રાહક પંચાયતની સુવણૅ જયંતિ મહોત્સવ સમિતિ ના અધ્યક્ષ બનાવાયા..

Date:

પાટણ તા. 20
પાટણ ના વતની અને અમદાવાદ ની એચ.એ.કોમૅસ કોલેજના પ્રિન્સિપાલ પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિયે ગૌરવશાળી પદ પ્રાપ્ત કરી પાટણ ને ગૌરવ અપાવ્યું છે.અમદાવાદની પ્રતિષ્ઠીત એચ.એ કોલેજ ઓફ કોમર્સના પ્રિન્સીપાલ તથા પાટણના વતની પ્રિ.સંજય મુકુન્દભાઈ બ્રહ્મક્ષત્રિયની અખીલ ભારતીય ગ્રાહક પંચાયતની સુવર્ણ જયંતિ મહોત્સવ સમિતિના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે.

તાજેતરમાં અમદાવાદના ડો.હેડગેવાર ભવન ખાતે મળેલ વાર્ષિક સભામાં સંયુક્ત રીતે પ્રિ.સંજયબ્રહ્મ ક્ષત્રિયની પસંદગી થઇ હતી. અત્રે વિદિત છે કે પાટણના ઇતિહાસકાર પ્રા.મુકુન્દભાઈ પી.બ્રહ્મ ક્ષત્રિય ના સુપુત્ર પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિય હાલમાં ઓલ ઈન્ડીયા કોલેજ પ્રિન્સીપલ્સ એશોશીએશનના અધ્યક્ષ તરીકે પણ સક્રીય રીતે ફરજ બજાવે છે.અમદાવાદની રોટરી ક્લબના પ્રમુખ તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે. પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિય પોતા ની શૈક્ષણીક તથા સામાજીક પ્રવૃત્તિઓને કારણે અમદાવાદના શ્રેષ્ઠ પ્રિન્સીપાલ તરીકે પણ પસંદગી પામ્યા હતા.

આવી બહુમુખી પ્રતિભા ધરાવતા પ્રિ.સંજય બ્રહ્મક્ષત્રિયે પોતાના વતન પાટણને ગૌરવશાળી બનાવ્યું છે તે બદલ પાટણ ના નગરજનો એ આનંદ વ્યકત કરી પ્રિ. સંજય બ્રહ્મક્ષત્રિય ને હ્રદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા..

વાવાઝોડા ને પગલે પાલિકા દ્વારા કાલીકા બાગ નજીક ના માગૅ પરના ઘટાટોપ વૃક્ષોના નડતરરૂપ ડાળાઓ દુર કરાયા.. ~ #369News

પાટણ યુનિવર્સિટી ના વિધાર્થીઓની રિસર્ચ ટીમ દ્રારા યાત્રાધામ અંબાજી નો સર્વે કરવામાં આવ્યો..

વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ સર્વે ડેટાનું એનાલિસિસ કરી સરકાર સમક્ષ...