પાટણ તા. 20
ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે ની કામગીરી ને સુદઢ બનાવવા પાર્ટીના આદેશ અનુસાર ગુરુવારે મળેલી પ્રથમ સામાન્ય સભામાં વિવિધ કમિટીઓના ચેરમેન સહિત ના સભ્યોની સવૉનુમતે વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રજાપતિ સમાજની બે મહિલા કોર્પોરેટર ને ચેરમેન પદે સ્થાન અપાતા પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજમાં ખુશી છવાઈ છે.
પાટણ નગર પાલિકામાં આગામી અઢી વષૅ માટે ઈબા લાગત કમીટી ના ચેરમેન તરીકે સ્વામી કપિલાબેન મુકેશ ભાઈ અને ભૂગર્ભ ગટર કમીટી ના ચેરમેન પદે પ્રજાપતિ પ્રવિણાબેન મુકેશભાઈ ને જવાબદારી સોંપવામાં આવી હોય બન્ને મહિલા કોર્પોરેટરો પોતાની જવાબદારી સુંદર રીતે નિભાવી શહેરીજનોની સુખાકારીમાં સહયોગી બને તેવી અભિલાષા સાથે પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ ની બંને દીકરીઓને સમાજે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી