google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણની સસ્તા અનાજની દુકાનના બે સંચાલકો ની પુરવઠા વિભાગે ગેરરીતિ ઝડપી..

Date:

અધિકારીઓની તપાસ દરમ્યાન ગ્રાહકોને કુપન નહિ આપી મળવાપાત્ર જથ્થા કરતાં ઓછો જથ્થો અપાતો હોવાનું ધ્યાનમાં આવ્યું..

શહેરના પીપળાગેટ નજીક અને છીડીયા દરવાજા નજીક ના સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ..

પુરવઠા તંત્રના અધિકારીઓની આકસ્મિક તપાસનાં પગલે ગેરરીતિ કરતાં સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો..

પાટણ તા. 20 પાટણ શહેરમાં સસ્તા અનાજની દુકાનોના કેટલાક સંચાલકો દ્વારા ગ્રાહકોને મળવા પાત્ર જથ્થો નહીં આપીને સરકારી પુરવઠાનો જથ્થો બારોબાર સગે વગે કરતા હોવાની ગ્રાહકોમા બુમરાડ ઉઠતા

પાટણ કલેકટર દ્વારા આ મામલે પાટણ પુરવઠા વિભાગના પ્રોબેશનરી ( IAS) વિદ્યાસાગર તથા પુરવઠા નિરીક્ષક ને આવી સસ્તા અનાજની દુકાનની તપાસ કરવાના આદેશ કરતા

તેઓ દ્રારા શહેરના પીપળાગેટ વિસ્તારમાં આવેલ ધી પ્રગતિ ગ્રાહક સહ. મં. લી.ના સંચાલક અને છીડીયા દરવાજા નજીક આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક મનોજ ડી. બારોટ ને ત્યા ઓચિતી તપાસ હાથ ધરતા સંચાલકો દ્વારા કરાતી ગેરરીતિ ધ્યાનમાં આવતાં બન્ને સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આગળની કાર્યવાહી એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત એવી છે કે આ કામના તહો એ પોત પોતાની વાજબી ભાવની દુકાનો ઉપ૨ ગ્રાહકોને મળવાપાત્ર જથ્થો વિતરણ નહીં કરી તેમજ ગ્રાહકોને અનાજની મળવા પાત્ર કુપન નહીં આપી મળવાપાત્ર જથ્થા કરતા ઓછો જથ્થો આપી વધારાનો જથ્થો સગે વગે કરવાનો પ્રયત્ન કયૉ

હોવાનું અધિકારીઓની તપાસ દરમ્યાન જણાઈ આવતાં આ ક્ષતિઓ બદલ બન્ને સસ્તા અનાજની દુકાનના સંચાલકો સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે એફ.આઈ.આર, દાખલ આગળ ની કાર્યવાહી પાટણ એ ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તો અધિકારીઓની સસ્તા અનાજની દુકાનો પર આકસ્મિક હાથ ધરવામાં આવેલ તપાસ ના પગલે ગેરરીતિ કરનારા સસ્તા અનાજની દુકાનોના સંચાલકો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ આવકવેરા કચેરી દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું…

પાટણ તા. ૩૦ભારત સરકાર ના સ્વચ્છતા મિશન અતગૅત આવકવેરા...

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું..

પાટણમાં બહુચર્ચિત દિક્ષિતા ધીવાળા આત્મ હત્યા કેસમાં પોલીસે કુલ 32.166 તોલા સોનુ અને 1.92 કિ.ગ્રા.ચાંદી રિકવર કર્યું.. ~ 369News

લોક-કલ્યાણ નારી શક્તિ સંગઠન ગુજરાત દ્વારા પાટણ ખાતે ઐતિહાસિક મહિલા સ્નેહ સંમેલન યોજાયું…

વહીવંચા તુરી બારોટ સમાજનો સૌ પ્રથમવાર સ્નેહ સંમેલન યોજાયો.સંગઠન...

પાટણમાં શાંતિપૂર્ણ માહોલમાં ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ…

શહેરના 4 સેન્ટરના 7 બિલ્ડીંગમાં સીસીટીવી કેમેરા ની નિગરાની...