ઉઝા એપીએમસી ની જેમ પાટણ એપીએમસીને સૌને સાથે રાખી વિકાસ ની દીશામાં દોરી જવાશે..
પાટણ તા. 20
પાટણ એપીએમસી ની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોએ વિજેતા બની એપીએમસી ની સત્તા હાંસલ કરી હતી.ત્યારે શુક્રવારે એપીએમસીના આગામી અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી માટે એપીએમસીના કોન્ફરન્સ હોલમાં નાયબ નિયામક એપીએમસી ગુજરાત રાજય ગાંધીનગર ના દ્રષ્ટિ બેન ઓઝા ની અધ્યક્ષ પદે સવૉનુમતે ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી કરવામાં આવી હતી.
પાટણ એપીએમસી ના આગામી અઢી વર્ષ માટે ચેરમેન પદે ખરીદ વેચાણ વિભાગ માથી ચુંટાયેલ સ્નેહલ રેવા ભાઈ પટેલ અને વાઈસ ચેરમેન પદે વેપારી વિભાગ માથી ચુંટાયેલ જયંતીભાઈ ભૂદરદાસ પટેલ ની સવૉનુમતે વરણી કરવામાં આવતાં ઉપસ્થિત સૌ ડીરેકટરો સહિત ભાજપના આગેવાનો, કાયૅકરો એ નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન ને ફુલહાર પહેરાવી મો મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ ભાજપના પૂવૅ મહામંત્રી કે. સી. પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી શાસિત એપીએમસી ના નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન સહિત તમામ ડિરેકટરો સાથે મળી પાટણ એપીએમસી ને ઉઝા ની એપીએમસી ની જેમ એપીએમસી ના વેપારીઓ અને ખેડૂતો ને વિકાસની દિશામાં લઈ જવા પ્રયત્ન શિલ બની કામ કરશે તેમ જણાવી ભાજપના મોવડી મંડળનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી