દૂર દૂરથી પારવિયા વીર દાદા ના ભક્તોએ પરિવાર સાથે ઉપસ્થિત રહી પલ્લીના દર્શન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી..
પાટણ તા. 20
આસો સુદ પાંચમ ના પવિત્ર દિવસે પાટણ નજીક આવેલ પારવિયાવીર દાદાના મંદિર ખાતે દાદાની પલ્લી ઢોલ નગારા સાથે મેમદપુર ગામેથી સમસ્ત ગ્રામજનો લઈને આવ્યા હતા અને દાદા ના ચરણોમાં પલ્લી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. દાદા સન્મુખ ભરવામાં આવેલ આ પલ્લીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડયાં હતા.
શ્રી પારેવીયાવીર દાદાની આસો સુદ પાંચમની પલ્લી નું ખૂબ મોટું મહત્વ રહેલું હોય સવારથી જ મંદિર પરિસર ખાતે દાદાની સેવા પૂજા અર્ચના માટે દુર દુર થી દાદા ના ભકતો પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.
મહેમદપુર ગામેથી સમસ્ત ગ્રામજનોએ ભેગા મળી માથા ઉપર દાદાની પલ્લી લઈને દાદાને નૈવેધ સ્વરૂપે ચોખા ધી નો ખીચડો પુરી વગેરે બનાવેલ પ્રસાદ દાદા ના ચરણોમાં અર્પણ કરી ભક્તોને આ દિવ્ય પ્રસાદનું વિતરણ કરી શ્રી પારવીયાવીર દાદા સર્વ ભક્તો ની મનોકામના પૂર્ણ કરે તેવી કામના વ્યકત કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી