માતાજી ને પહેરાવવામાં આવતી સાડી થી પાલિકા પ્રમુખને નવરાત્રી મહોત્સવ સમિતિએ સન્માનિત કયૉ.
પાટણ તા. 24
જગત જનની જગદંબાની આરાધના ના પવિત્ર પર્વ સમા નવરાત્રી મહોત્સવ ની પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લા માં ભક્તિ સભર માહોલમાં માઈ ભક્તો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના પાર્ટી પ્લોટો અને મહોલ્લા,પોળો સહિત સોસાયટી વિસ્તારમાં નવરાત્રી મહોત્સવના સુંદર આયોજન કરવામાં આવ્યા હતા.
પાટણ શહેરમાં સૌ પ્રથમ શેરી ગરબાનું આયોજન કરનાર ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા ચાલુ સાલે પણ ભવ્યાતિભવ્ય નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
નવરાત્રી ના આ પવિત્ર પવૅ મા ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ સમિતિ ના આમંત્રણ ને માન આપીને ઉપસ્થિત રહેલા પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર અને તેમના પતિ પણ ખરાદીવાડા નવરાત્રી મહોત્સવમાં સહભાગી બન્યાં હતાં અને માતાજી સન્મુખ આરતી ઉતારી ચાચરચોક મા રહિશો સાથે પાલિકા પ્રમુખ અને તેમના પતિ એ પણ સંગીત ના સુમધુર સુરો વચ્ચે રાસ ગરબા રમી માતાજીના રૂડા આશિર્વાદ પ્રાપ્ત કયૉ હતા.
ખરાદીવાડા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા માતાજી ને પહેરાવેલ સાડી થી પાલિકા પ્રમુખ નું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું તો તેમના પતિ ને શાલ અને બુકે થી સન્માનિત કરાયા હતા.ખરાદીવાડા વિસ્તારના રહિશો ની લાગણી અને પ્રેમથી અભિભૂત બનેલા પાલિકા પ્રમુખ અને તેમના પતિએ તમામ નો આભાર વ્યક્ત કરી નગરપાલિકા ને લગતી કોઈ પણ કામગીરી માટે સહયોગ પુરો પાડવાની ખાતરી આપી હતી.
નવરાત્રી મહોત્સવ દરમિયાન માતાજી સન્મુખ ભરાયેલા 56 કુટના અન્નકૂટના દર્શન નો પણ પાલિકા પ્રમુખ અને તેમના પતિએ લ્હાવો લીધો હતો.
અહેવાલ યશપાલ સ્વામી