ઇનોવેશન ફેરમાં નવી શિક્ષણ નિતિ ના ઈનોવેશન બદલ સીઆરસી ડો. હેમાંગી પટેલને સન્માનિત કરાયા…
પાટણ તા. 24
ગાંધીનગર જીસીઈઆરટી પ્રેરિત જિલ્લા કક્ષાનું નવમું ઇનોવેશન ફેરનું ત્રિદિવસીય આયોજન ડાયેટ પાટણ ખાતે રાખવામાં આવેલ હતું.આ ઈનોવેશન ફેરમાં વિવિધ 36 સ્ટોલ માં ઇનોવેટિવ ટીચરોએ ભાગ લીધો હતો.
જેમાં સરકારની નવી શિક્ષણનીતિ તથા નિપુણ ભારત અંતર્ગત નવા જ આયામ ને લઈ ડો. હેમાંગીબેન વાલજી ભાઈ પટેલે બાલવાટિકાની સંગ એવા ઇનોવેશન નું આયોજન કરેલ બાલવાટિકામાં બાલ માનસનો મુક્ત રીતે માનસિક શારીરિક તથા બૌદ્ધિક વિકાસ થાય તથા ભાષા ગણિત અને પર્યાવરણના લર્નિંગ આઉટ્સ કમના આધારે ખૂબ સરસ બાલવાટિકાના ઇનોવેશન નું આયોજન કરેલું તે બદલ સમાપન સત્રમાં જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરી, ડાયટ પ્રાચાર્ય ડો પિંકીબેન રાવલ, ડો પિનલ બેન ગોરડીયા ના હસ્તે શ્રીમતી ડો હેમાંગીબેન પટેલને શીલ્ડ તથા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી