fbpx

સાયન્સ સેન્ટર પાટણની મુલાકાતે આવેલ ૩૪ હજાર મુલાકાતીઓએ મતદાન કરવાના સંકલ્પ લીધા…

Date:

પાટણ તા. ૬
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તેમજ મતદાનની ટકાવારી વધે તે હેતુસર પાટણ સાયન્સ સેન્ટર ની મુલાકાતે આવેલ મુલાકાતીઓ પૈકી ૩૪૦૦૦ થી વધુએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું. તા. ૮ મી માર્ચ થી તા. ૬ મેં સુધીમાં મતદાન એ મહાદાનના મંત્ર સાથે વધુમાં વધુ મતદાન થાય તેમજ મતદાનની ટકા વારી વધે તે હેતુસર રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે અનેક જાગૃતિ કાર્યક્રમ માં ચોત્રીસ હજારથી વધુ મુલાકાતીઓએ મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

મતદાન કરવાના સંકલ્પ લેનાર મુલાકાતીઓમાં પાટણ અને તેની આજુબાજુના વિવિધ જિલ્લાઓમાંથી આવેલ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતા સામેલ હતા. કાર્યક્રમની શરૂઆત તા. ૮ મી માર્ચથી સરસ્વતી તાલુકાનાં મામલતદાર અને સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર દ્વારા મતદાર જાગૃતિ એર બલૂન ઉડાડીને કરવામાં આવી હતી. ત્યારબાદ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવતા લોકોને મતદાન કરવા માટે રોજેરોજ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. જેમાં પુખ્ત મતદારો અને પ્રથમ વખતના મતદારો તમામે મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ઉપરાંત મતદાનની ટકાવારી વધે તે હેતુસર તારીખ ૩ મે ના રોજ પાટણ જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેકટર પાટણ ,જિલ્લા નોડલ વ જિલ્લા વિકાસ અધિકારી પાટણ અને જિલ્લા સ્વીપ નોડલ અધિકારી વ જિલ્લા શિક્ષણ અધિકારી પાટણ ના માર્ગદર્શન મુજબ પાટણ સાયન્સ સેન્ટર ખાતે “રંગોળી દ્વારા મત દાન જાગૃતિ” કાર્યક્રમ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ૩૦ શાળા ના ૬૫ વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. જેમાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિ થીમ પર ખુબજ સરસ રંગોળી બનાવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે મતદાન એ મહાદાન છે અને તે આપણો અધિકાર છે એટલે મતદાનનો અવસર ન ગુમાવવો અને દેશના ભવિષ્યને સુંદર બનાવવા અપીલ કરી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો નવમો વાષિર્ક પાટોત્સવ ઉજવાયો..

પાટણ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર નો નવમો વાષિર્ક પાટોત્સવ ઉજવાયો.. ~ #369News

ગુજરાત સમર્પણ આશ્રમ, મહુડીમાં ઐતિહાસિક વિશ્વચક્ર સ્થાપ ના અનુષ્ઠાન સંપન્ન થયું…

આદિશક્તિ નવરાત્રી અનુષ્ઠાન હિમાલયના મહર્ષિ પૂજ્ય શ્રી શિવ કૃપાનંદ...