google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ બ્રહ્માકુમારી સેન્ટર ખાતે બ્રહ્મા કુમારી રચના દીદી નો અલૌકિક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો…

Date:

બાળપણથી સફેદ કલર પ્રત્યે આકર્ષણ હોય પરમપિતા પરમાત્માને સમર્પિત બની આનંદની અનુભૂતિ કરૂ છું : રચના દીદી..

પાટણ તા. 29
પાટણ ઊંઝા હાઈવે રોડ પર આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિદ્યાલય ખાતે રવિવારના રોજ બ્રહ્માકુમારી સેન્ટર રાજસ્થાન ભીલવાડા ખાતેના અને છેલ્લા 28 વર્ષથી પરમ પિતા પરમાત્માને સમર્પિત બનેલા બ્રહ્મા કુમારી રચના દીદી નો અલૌકિક સન્માન સમારોહ કાર્યક્રમ પાટણ બ્રહ્માકુમારી હેડ નીલમ દીદી ના અધ્યક્ષ પદે આયો જિત કરવા માં આવ્યો હતો.આ અલૌકિક સન્માન સમારોહ પૂર્વે શહેરના ખોડાભા હોલ ખાતે થી સણગારેલી બગીમાં પ. પુ. નિલમદીદી સાથે રચના દીદીએ બીરાજમાન બની ભક્તિ સંગીત ના સુમધુર સુરો વચ્ચે વિશાળ સંખ્યા માં લૌકિક પરિવારજનો એ નાચતા કુદતા પરમ પિતા પરમાત્મા ની યાદમાં પ્રસ્થાન કરી બ્રહ્માકુમારી સેન્ટર ખાતે આવી પહોંચતા તેઓનું પુષ્પવૃષ્ટિ સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ રચના દીદી માટે આયોજિત કરવામાં આવેલ અલૌકિક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો.આ પ્રસંગે ઉપસ્થિત રહેલા પ.પુ. નીલમદીદી, રાજસ્થાન ભીલવાડા સેન્ટરના પ. પુ. બીકે. ઈન્દિરાબેન, ડો.વાય ટી. પટેલ સહિત રચના દીદી ના લૌકિક પરિવારજ નો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરમ પિતા પરમાત્મા ને સમપિર્ત બનેલા રચના દીદી ને શુભેચ્છાઓ પાઠવી હતી.

છેલ્લા 28 વષૅથી બ્રહ્મા કુમારી પરિવાર સાથે જોડાયેલા અને શિવ પરમાત્માને સમર્પિત બનેલ રચના દીદી એ નાનપણથી જ પોતાને સફેદ કલરથી આકર્ષણ હોવાનું જણાવી પોતા નું જીવન પરમાત્માને સમર્પિત કરી અલૌકિક આનંદની અનુભૂતિ અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

પાટણ બ્રહ્માકુમારી સેન્ટરના હેડ નીલમદીદી એ પણ રચના દીદીના અલૌકિક સન્માન સમારોહને આયોજિત કરવા બદલ રચના દીદી ના લૌકિક પરિવાર ના સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો.

પાટણ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ખાતે આયોજિત કરાયેલા આ અલૌકિક સન્માન સમારોહ પ્રસંગે બીકે નીતિનભાઈ અને કુમારી ક્રીશાએ સ્વાગત ગીત અને નૃત્ય રજૂ કરી સૌને આવકાયૉ હતાં. સમારોહ નું સફળ સંચાલન બ્રહ્માકુમારી નીતાદીદી એ અને આભાર વિધિ બ્રહ્માકુમારી નિધિ દીદી દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ 108 ના ઈએમટી અને પાયલોટની સમયસર ની સારવારને લઈ એટેક ના દર્દીને નવજીવન મળ્યું..

હૃદય રોગના દર્દીને નવજીવન મળતા પરિવારજનોએ 108 ટીમ અને...