google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

હારીજ ની જય જલારામ સેવા સમિતિ એ ઝુપડપટ્ટી વિસ્તારમાં મૃત્યુ પામેલ આધેડ ની અંતિમક્રિયા કરાવી..

Date:

પૈસાના અભાવે અંતિમ ક્રિયા માટે મુંઝવણ અનુભવતાં પરિવારને મદદરૂપ બનવા બદલ પરિવારે આભાર વ્યક્ત કર્યો..

પાટણ તા. 28
પાટણ જિલ્લાના તાલુકા મથક હારીજ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી જય જલારામ સેવા સમિતિની સેવા પ્રવૃત્તિ સરાહનીય બની છે.ગતરોજ જય જલારામ સેવા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓને સમાચાર મળ્યા હતા કે હારીજ ની ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને કુદરતી રીતે મૃત્યુ પામેલ ગરીબ પરિવાર ના મોભી ની અંતિમક્રિયા માટે ગરીબ પરિવાર પૈસાના અભાવે મૃતક મોભીની અંતિમ ક્રિયા માટે મુઝવણ અનુભવી રહ્યો છે.

ત્યારે જય જલારામ સેવા સમિતિ ના સેવાભાવી કાર્યકર્તાઓ હિતેશભાઈ ઠકકર,ભીખાભાઈ દેસાઈ,મહેશભાઈ પ્રજાપતિ,દશરથભાઈ રાવળ સહિતના ઓએ તાત્કાલિક ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચી ગરીબ પરિવારને સાંત્વના પાઠવી મૃતક ની અંતિમક્રિયા માટે મદદરૂપ બનવાની ભાવના વ્યકત કરી એમ્બ્યુલન્સ દ્રારા મૃતકની લાશને સ્મશાન ગૃહે લઈ જઈ તેમના પરિવારજનોની ઉપસ્થિત મા અંતિમક્રિયા સંપન્ન બનાવતાં જય જલારામ સેવા સમિતિની આ માનવતા વાદી સેવા પ્રવૃત્તિ ને સમગ્ર હારીજના નગરજનોએ સરાહનીય લેખાવી હતી.

તો ઝુપડ પટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારે સેવાભાવી કાર્યકર્તા ઓનો ભીની આંખે આભાર વ્યક્ત કર્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી માપોલેન્ડ થી ઇન્ટનૅશીપ કરવા આવેલી બે વિધાર્થીનીઓને સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન અપાયું

પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી...

પાટણના પ્રાચીન શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રભુજી ના જિનાલયની 68 મી વર્ષ ગાંઠ પવૅ ની ઉજવણી કરાઈ..

પાટણના પ્રાચીન શ્રી પંચાસર પાર્શ્વનાથ પ્રભુજી ના જિનાલયની 68 મી વર્ષ ગાંઠ પવૅ ની ઉજવણી કરાઈ.. ~ #369News