પાટણ તા. 5 પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલેન્ડથી બે મહિનાની ઇન્ટર્નશીપ માટે આવેલી બે વિદ્યાર્થીનીઓને ગુરૂવારે યુનિવર્સિટી ના કા.કુલપતિએ સર્ટીફીકેટ આપી હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી સાથે પોલેન્ડની યુનિવર્સિટી ના થયેલા એમ.ઓ.યુ અંતર્ગત પોલેન્ડ યુનિવર્સિટી ની આ બન્ને વિદ્યાર્થીનીઓ બે માસ માટે પાટણ યુનિવર્સિટીમાં ઈન્ટર્નશીપ અર્થે આવી હતી.જેઓને ગુરૂવારે કા.કુલપતિ એ સર્ટિફિકેટ આપી હુંફાળું વિદાયમાન આપવામાં આવ્યું હતું. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તથા પોલેન્ડની વોર્સો યુનિવર્સિટી વચ્ચે બે વર્ષ પહેલા કરાયેલા આ એમ.ઓ.યુ અંતર્ગત બન્ને દેશના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર એક બીજી યુનિવર્સિટીમાં એક્સચેન્જ કરવામાં આવે છે. અગાઉ પાટણ યુનિવર્સિટી ના બે વિદ્યાર્થીઓ પોલેન્ડ ગયા હતા.ત્યારે પોલેન્ડથી આવેલા ડોમિનિકા અને મર્શેલીના એ અહીં બે મહિના ઈન્ટર્નશીપ કરી હતી એક વિદ્યાર્થીએ દિપડાના સ્કેટ એનાલીસીસ કરી તેમની ઈકોલોજી અંગે અભ્યાસ કર્યું હતું તથા અન્યએ રીંછના શરિરમાં જોવા મળતા સુક્ષ્મજીવાણુંઓ અંગે અભ્યાસ કર્યું છે. આવનારા સમયમાં હેમચંદ્રાચાર્ય ઉત્તરગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ પોલેન્ડ અભ્યાસ અને ઈન્ટર્નશીપ અર્થે જશે.પોલેન્ડની આ બન્ને વિદ્યાર્થીનીઓએ ભારતની સંસ્કૃતિ અને ભારતના લોકોની પ્રશંસા કરી હતી.
અહેવાલ યશપાલ સ્વામી