google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના ખલીપુર રેલવે ટ્રેક પરથી પસાર થતાં ઓઢવા ગામના બે આશાસ્પદ યુવાનો રેલવે ની ટક્કરે મોતને ભેટ્યાં..

Date:

પાટણ તા. ૨૦
પાટણ થી ભીલડી તરફ જઈ રહેલી રેલવેની ટક્કરે શનિવાર ની રાત્રે સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના બે આશાસ્પદ યુવાનોના મોત નિપજ્યા હોવાની ઘટના સજૉતા ઓઢવા ગામ માં ગમગીની છવાઈ જવા પામી હતી. તો બનાવની જાણ રેલવે પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે દોડી આવી બંને લાશોના પંચનામાં કરી પીએમ કરાવી પરિવારજનોને બંને લાશ સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનો જાણવા મળ્યું છે.


બનાવની આધારભૂત સૂત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ઓઢવા ગામે રહેતા પરમાર સુરેશભાઈ લક્ષ્મણભાઈ અને પરમાર અનિલભાઈ ભીખાભાઈ શનિવારની રાત્રે પાટણથી ઓઢવા જઈ રહ્યા હતા ત્યારે ખલીપુર નજીક રેલવે ટ્રેક પરથી તેઓ પસાર થતા પાટણ થી ભીલડી તરફ જઈ રહેલી રેલવેની ટક્કરે બંને આશાસ્પદ યુવાનો ચડતાં બન્ને ધટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતાં.


તો અકસ્માતના બનાવવાની જાણ રેલવે પોલીસ ને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી લાશના પંચનામા કરી પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મૃતકના પરિવારજનોને જાણ કરતા તેઓ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને બંને લાશોના પીએમ બાદ રેલ્વે પોલીસે બંને લાશો પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

સરસ્વતી તાલુકાના ઓઢવા ગામના પરમાર પરિવારના કાકા બાપાના બંને ભાઈઓના આકસ્મિક મોતને પગલે પરિવારજનો સહિત ઓઢવા ગામમાં ગમગીની છવાઈ જવા પામી હતી અને બંને આસપાસ યુવાનોને અંતિમ વિધિ એક જ સ્થળ પર કરી તેઓના આત્માને શાંતિ અર્પે પરિવારજનો દ્વારા પ્રાર્થના વ્યક્ત કરાઈ હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની દુઃખવાડા વિસ્તારની આંગણવાડીના બાળકોને અલ્પાહાર સાથે મિષ્ટ ભોજન કરાવ્યું..

પાટણની દુઃખવાડા વિસ્તારની આંગણવાડીના બાળકોને અલ્પાહાર સાથે મિષ્ટ ભોજન કરાવ્યું.. ~ #369News

અંગનું દાન મહાન છે, આનાથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં.

જિલ્લામાં અંગદાન પ્રવૃત્તિના સંકલ્પ પત્ર સાથે અંગદાન માટે પહેલ...

સ્વ.સુયૉબેન પ્રવિણચંદ્ર સાલવીની પ્રાથૅના સભામાં પાટણના નગરજનોએ ઉપસ્થિત રહી શ્રધ્ધા સુમન સમપિર્ત કયૉ..

પાટણ તા. ૨પાટણના જાણીતા તબીબી ડો.પ્રફુલ્લભાઈ સાલવી અને અમદાવાદમાં...

પાટણના રવિધામ સર્કલ પર સંત શિરોમણી શ્રી રવિદાસ બાપુની પ્રતિમાનું અનાવરણ કરાયું..

સમાજના આગેવાનો સહિત સંતો મહંતો એ ઉપસ્થિત રહી પ્રસંગને...