પ્રમુખ દ્રારા બોલાવાયેલી ચેરમેનો ની બેઠકમાં મોટા ભાગે ચેરમેનોના પતિ દેવો ઉપસ્થિત રહ્યા હોવાના વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યા..
પાટણ તા. 2
પાટણ નગરપાલિકાના આગામી અઢી વર્ષ માટે ભાજપના મેન્ડેડ પરથી પ્રમુખ નિયુકત થયેલા હિરલબેન પરમારે ગુરૂવારે પોતાના અધ્યક્ષ પદે પાલિકાની 14 થી વધુ શાખાના નવા નિમાયેલા ચેરમેનો ની બેઠક પોતાની ચેમ્બરમાં બોલાવેલી હતી.
આ બેઠકમાં દરેક શાખા ના ચેરમેનોને પોતાની શાખાની કામગીરી નિષ્ઠા પુર્વક નિભાવી આગામી દિવાળીના તહેવારોમાં શહેરીજનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ભોગવવી ન પડે તે માટે સુચનાઓ આપવામાં આવી હતી. તો વિવિધ શાખાના ચેરેમેનો ના પ્રશ્નો સાભળી પાલિકા તરફથી તેના નિરાકરણ માટે પ્રમુખ દ્રારા હૈયા ધારણા આપવામાં આવી હતી.
પાલિકા પ્રમુખ દ્રારા પ્રથમ વખત બોલાવેલી વિવિધ શાખાના ચેરેમેનો ની બેઠકમાં કેટલીક શાખાના ચેરેમેનો તેમજ કારોબારી ચેરમેન કોઈ કારણસર હાજર રહી શકયા ન હોય તો ઉપપ્રમુખ પણ સમય સર બેઠકમાં હાજર જોવા ન મળતા ભાજપ શાસિત નગરપાલિકા માં અંદરો અંદર નો અસંતોષ હોય તેવા આક્ષેપ વિપક્ષના કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ ભાટિયા એ કરી જણાવ્યું હતું કે પાટણ શહેરમાં દિવાળીની મોસમ ચાલી રહી છે. ત્યારે પાટણ નગર પાલિકાના નવિન ચેરમેનોમાં કામગીરીનો કોઈ ઉત્સાહ દેખાતો નથી તેના પરિણામે દિવાળીનામહત્વના દિવસો માં પાટણ ની પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.પાલિકા પ્રમુખ દ્રારા બોલા વેલી ચેરમેનો ની મીટીંગને બદલે તેઓ દ્રારા દિવાળી સમયે પાટણની પ્રજાને પડતી હાલાકી દૂર કરવા માટેની કામ કરાવવા ની જરૂરીયાત હતી તેવો કટાક્ષ પણ તેઓ એ પાલિકા સતાધીશો સામે કરી આ મિટિંગ માં ફક્ત ને ફક્ત ચેરમેનો ની જગ્યાએ તેમના પતિદેવો હાજર રહ્યા હોવાના આક્ષેપ કરી ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં ચાર ચાર ગ્રુપો ચાલતા હોય અંદરો અંદર ના ઝઘડામાં પાટણની પ્રજા દિવાળી સમયે ગંદકી,ઉભરાતી ગટરો, દુર્ગંધ મારતું પીવાનું પાણી અને ખાડા વાળા રોડ રસ્તા માં પીસાઈ રહી છે.
પાટણના વિકાસ માટે ના કરાયેલ ટેન્ડરો ખુલી પણ ગયા છે તેમજ ટેન્ડરો ને ખોલ્યા બાદ કોન્ટ્રાક્ટ આપવા માં આવતો નથી અને જે કોન્ટ્રાકટર નું ટેન્ડર લાગેલ ન હોય તેમણે ટેન્ડર ફી પણ પરત કરવામાં આવતી નથી. સાથે સાથે સતાધીશો ની વહીવટી ઘણી બધી ભૂલો ના કારણે આજે પાટણ નગર પાલિકા માં અંધેર વહીવટ ચાલતો હોવાના પણ તેઓએ આક્ષેપ કર્યા હતા.