યુવકે જીલ્લા કલેક્ટર ને ઈચ્છા મૃત્યુ માટે લેખિત રજૂઆત કરી…
પાટણ તા.૨૦
પાટણના રૂની ગામના યુવકે વ્યાજ ખોરોના ત્રાસથી અને વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની ફરિયાદ ન નોંધતા નાસીપાસ બનેલ યુવાને બુધવારે પાટણ જિલ્લા કલેકટર ને લેખિત રજૂઆત કરી ઈચ્છા મૃત્યુ માટે ની માગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ ના રૂની ગામના વતની સેનમા ગગાભાઈ અમરતભાઈએ રબારી ભાવનાબેન સાગરભાઈ રહે. કાલેડા તા.સિધ્ધપુર જી.પાટણ હાલ રહે.અમદાવાદ, પીસા બેન રહે. અમદાવાદ, રબારી મહેરભાઈ રહે.પીણોજ તા.ચાણસ્મા જી.પાટણ હાલ રહે.અમદાવાદ અને રબારી કેવલ રાજુભાઈ રહે. કમલીવાડા હાલ રહે.અમદાવાદ વાળા પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા અને તે રૂપિયા તે ઓએ તમામને વ્યાજની રકમ સાથે ચુકવ્યા હોવા છતાં ઉપરોક્ત ચારેય લોકો હજુ રૂપિયા લેવાના હોવા ની ધમકીઓ આપી ત્રાસ ગુજારતા હોય જેને કારણે આ વ્યાજખોરો સામે નવેમ્બર માસમાં જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળી કાયૅવાહી કરવા રજૂઆત કરતાં પોલીસ વડાએ ગુનો બાલીસણા પોલીસ સ્ટેશન નો હોવાનું જણાવી બાલીસણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવા માટે જણાવતા અરજદાર બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગયેલ પરંતુ ફરજ પરના પોલીસે તેઓની ફરિયાદ ન નોંધતા અને વ્યાજખોરો ના વધતાં જતાં ત્રાસ થી ત્રસ્ત બનેલા સેનમા ગગાભાઈ અમરતભાઈએ બુધવારે પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે રૂબરૂ આવી લેખિત મા ઈચ્છા મૃત્યુ ની માગ કરતાં ખળભળાટ મચ્યો હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી