ચોરીના મોબાઇલ નંગ 5 તથા સી.એન.જી.રિક્ષા મળી કુલ રૂ.1.36 લાખ ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને અટક કરાયાં..
પાટણ તા. 3
પાટણ શહેર માંથી બનેલા મોબાઇલ ચોરીના બનાવોમાં સંડોવાયેલ ત્રણ મોબાઈલ ચોર ઈસમોને ચોરીના મોબાઇલ નંગ 5 અને સીએનજી રિક્ષા સાથે પાટણ એલસીબી ટીમે આબાદ ઝડપી મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા ડો.રવિંન્દ્ર પટેલ દ્વારા પાટણ શહેર અને જીલ્લામાં બનેલ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા દરેક પોલીસ સ્ટેશનમાં સુચના આપી હોય જે સુચના મુજબ પાટણ એલસીબી પોલીસે પણ ચક્રોગતિમાન કયૉ હોય એલસીબી ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.એમ.પરમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસોએ પાટણ સીટી બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધર્યુ હતું તે દરમ્યાન મળેલ બાતમી આધારે પાટણ ગુંગડી તળાવ પ્રગતિ મેદાન આગળની ખુલ્લી જગ્યાએ ટીમે ઓચિંતો છાપો માંરીને સીએનજીરિક્ષાનં-જી.જે.01.ટી.જી.8060 મા બેઠેલ ત્રણ ઇસમોને પકડી તેમની સધન પુછપરછ કરતાં પાટણ શહેર માથી મોબાઈલ ચોરીના બનાવોની કબુલાત કરતાં પોલીસે તેઓની પાસેથી ચોરેલ મોબાઇલ નંગ-5 તથા સી.એન.જી. રિક્ષા મળી કુલ કિં.રૂ.1.36 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઇસમો સામે આગળની ઘટતી કાર્યવાહી કરવા પાટણ સીટી બી ડીવી પો.સ્ટે.ને સોંપવામાં આવ્યાં હતાં.
પકડાયેલ આરોપીએ પોતાના નામ યશ સંજયભાઇ ભાવસાર રહે. ચાણસ્મા,ઇન્દિરા નગર અંબાજી ચોક,મુળ રહે. ઉંઝા, ઉમિયા માતાના મંદિર પાછળ ખજુરી પોળ,રબારી ખાડ,રાજેન્દ્ર દલસુખભાઇ દેવીપુજક રહે.ચાણસ્મા સરદાર ચોક મસ્જીદ જોડે અને વિજયકુમાર મગનજી ઠાકોર રહે.ચાણસ્મા, આસોપાલવ સોસાયટી હોવા નું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી