fbpx

રાધનપુરના હેપ્પીમોલ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અક્સ્માત સજૉતાબાઇક ચાલકનું ઘટના સ્થળે મોત…

Date:

પાટણ તા. ૧૧
પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના રાધનપુર ખાતે શનિવારે બનવા પામી હતી.જેમાં રાધનપુરના હેપ્પીમોલ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે અક્સ્માત ની ઘટના ઘટી હતી જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. રાધનપુર ના તમામ હાઇવે માગૅ છેલ્લા કેટલાક સમયથી અકસ્માત ઝોન બન્યાં હોય તેમ અનેકવાર અકસ્માતની ઘટનાઓ સજૉતી જોવા મળતી હોય છે.

અને છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાય નિર્દોષ લોકોના અકસ્માત દરમિયાન મોત નીપજ્યા છે. બે દિવસ અગાઉ રાધનપુર પાલનપુર હાઇવે ઉપર એક વૃદ્ધ મહિલા ના અકસ્માત થયા બાદ સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારે શનિવારે રાધનપુર વારાહી રોડ ઉપર આવેલ હેપીમોલ ની બાજુમાં રાધનપુરના ઈસ્માઈલ ભાઈ નાગોરી કોલાસા વાળા પોતાનું મોટર સાયકલ લઈને જતા હતા તે સમય દરમ્યાન માગૅ પરથી પસાર થતાં ટ્રેલર ચાલકે તેઓને ટકકર મારતાં ઈસ્માઈલભાઈ જમીન ઉપર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.અને ગંભીર ઈજાઓ ને કારણે ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું.

રાધનપુર વારાહી રોડ ઉપર આવેલ હેપ્પી મોલની બાજુમાં રાધનપુર ના ઈસ્માઈલભાઈ નાગોરી કોલાસા વાળાનું મોત થયું હોવાની જાણ થતાં લોકો ના ટોળેટોળા ધટના સ્થળે એકઠા થયા હતા. અને રાધનપુર પોલીસને જાણ કરવામાં આવતા રાધનપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળ ની કાર્યવાહી હાથ  ધરી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ પોલીસ સ્ટેશન ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજતી હારીજ પોલીસ…

પાટણ તા. ૩૦હારીજ પોલીસ સ્ટેશન ખાતે તેરા તુઝકો અપૅણ...

પાટણના જલારામ મંદિર પરિસરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો..

હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત...

પાટણ જિલ્લા પોલીસ તથા ટ્રાફિક સલાહકાર સમિતિની બેઠક મળી…

પાટણ શહેરમાં આડેધડ વાહનો પાર્કિંગ કરાતા હોવાના કારણે ટ્રાફિકની...