પાટણ તા. 5
હાલ સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે પાટણ જીલ્લા માહિતી કચેરી દ્વારા કચેરી સહિત કેમ્પસ ની સફાઇ અભિયાન સાથે કામગીરી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં બે મહિના દરમિયાન ‘‘સ્વચ્છતા હી સેવા’’ અભિયાન ચાલવાનું છે ત્યારે પાટણ જિલ્લો પણ સ્વચ્છતાના રંગે રંગાયો છે.
જિલ્લામાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, શાળાઓ અને કોલેજો, ધાર્મિક અને જાહેર જગ્યાઓએ ખુબ સરસ રીતે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાયા છે.
હાલમાં સરકારી કચેરીઓમાં સાફ-સફાઇ, ફાઇલ વર્ગીકરણ અને ભંગાર નિકાલ સહિતની કામગીરી ચાલી રહી છે.
જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. કચેરીઓમાં કરવામાં આવતા વર્ગીકરણ અને સફાઇ અભિયાનથી કર્મચારીઓમાં પણ નવી ઉર્જાનો સંચાર થયો છે.
ત્યારે જિલ્લા માહિતી કચેરી પરિવાર દ્ધારા કચેરી સહિત કેમ્પસ ની સફાઇ અભિયાન દ્રારા કામગીરી કરવામાં આવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી