કિં.રૂ.૬૧,૧૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાયેલા બંન્ને ક્રિકેટ સટોડિયા સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરાઈ..
પાટણ તા. ૫
પોલીસ અધિક્ષક પાટણ ડો.રવિન્દ્ર પટેલ નાઓએ પાટણ જીલ્લા માંથી તાજેતરમાં રમાઇ રહેલ આઇ.સી.સી. વન-ડે વર્લ્ડકપની ક્રિકેટ મેચો ઉપર પૈસાની હારજીત નો સટ્ટો રમી રમાડતા ઇસમોને શોધી કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરતા પાટણ એલસીબી ઈન્ચાર્જ પીઆઈ આર.એમ.પરમારે એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે મળેલ બાતમી આધારે પાટણ શહેરની વીઠ્ઠલવીલા સોસાયટી ના મકાન નંબર-૮૭ માં ઓચિતી રેઇડ કરતાં બે ઇસમો પાકિસ્તાન v/s ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલ વન-ડે મેચમાં અલગ અલગ ક્રિકેટ સટ્ટાની વેબસાઇટ ઉપર પૈસાની હારજીત નો સટ્ટો(જુગાર) રમી રમાડતા મળી આવતા ટીમે બન્ને ઇસમો પાસેથી મોબાઇલ નંગ-૧૧ કિ.રૂ ૫૫, ૦૦૦/- તથા વાઇફાઇ રાઉટર તથા ટેબલેટ તેમજ અન્ય જુગાર લગત સાહિત્ય મળી કુલ કિં.રૂ. ૬૧,૧૦૦ /- ના મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ઇસમો તેમજ આઇ.ડી.આપનાર ઇસમ વિરૂધ્ધ પાટણ સીટી બી ડીવી.પો. સ્ટે. માં જુગાર ધારા કલમ ૪,૫ મુજબ ગુન્હો રજી કરાવી આગળ ની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે
તો ઝડપાયેલા ક્રિકેટ સટોડિયાએ પોતાનું નામ ઠક્કર અલ્પેશકુમાર ભાણજીભાઇ રહે મૂળ રામપુરા(ધુણસોલ) તા.દિયોદર જી.બનાસકાંઠા હાલ રહે પાટણ, ૮૭ વિઠ્ઠલવીલા સોસાયટી માતરવાડી તા.જી.પાટણ અને ઠક્કર દશરથભાઇ ઉર્ફે દિપકભાઇ ભાણજી ભાઇ રહે. મૂળ રામપુરા(ધુણસોલ) તા દિયોદર જી.બનાસકાંઠા હાલ રહે.૯૯, વેદ ટાઉનશીપ પદમનાથ ચાર રસ્તા પાસે પાટણ તા. જી પાટણ હોવાનું જણાવ્યું હતું જયારે દેવેન્દ્ર મધુભાઇ ઠક્કર રહે.પાટણ શૈલજા સોસાયટી તા.જી.પાટણ કે જેણે આઇ.ડી.આપ્યુ હતું તેને પકડવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી