fbpx

ગોવા ખાતે આયોજિત નેશનલ ગેમ્સ મા પાટણ યુનિવર્સિટી ની ખેલાડીએ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું..

Date:

પાટણ તા. ૭
ગોવા ખાતે આયોજિત ૩૭ મી નેશનલ ગેમ્સ ૨૦૨૩ મા પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ની ખેલાડી પુજા પટેલે ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ અપાવ્યું છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના શારિરીક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં ગોવા ખાતે ચાલી રહેલી ૩૭ મી નેશનલ ગેમ્સમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ની ખેલાડી પૂજા પટેલે ટ્રેડિશનલ યોગાસન માં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત નું અને પાટણ હેમચંદ્રાચાર્ય ઉ.ગુજરાત યુનિવર્સિટી ને ગૌરવ અપાવ્યું છે.

પુજા પટેલે નેશનલ ગેમ્સ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરતા યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ, કા. કુલસચિવ ડો. કે. કે. પટેલ, શારિરીક શિક્ષણ નિયામક ડો. ચિરાગભાઈ પટેલ સહિત યુનિવર્સિટી પરિવાર દ્રારા અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી પ્રાપ્ત કરે તેવી અભિલાષા વ્યકત કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પાછળ અજાણ્યા યુવકની તરતી લાશ મળી આવી..

અજાણ્યા યુવકની હત્યા કે આત્મહત્યા મામલે પોલીસે ચક્રો ગતિમાન...

પાટણ એસટી ડેપોમા વગૅ ૪ નો કમૅચારી રૂ.એકહજારની લાંચ લેતાં ઝડપાયો…

ધાર્મિક કામ માટે રજા મંજૂર કરવા રૂ.1000ની માંગણી કરાવતા...