fbpx

પાટણ APMC ના કાયૅક્ષેત્ર મા અંગદાન કરનાર પરિવારને APMC રૂ.5 લાખ સહાય આપશે.

Date:

પાટણ તા. ૯
ભાજપ શાસિત પાટણ માર્કેટ યાર્ડમાં નવ નિયુકત ચેરમેન સ્નેહલ પટેલ ના અધ્યક્ષ સ્થાને મળેલી બોર્ડ બેઠકમાં સર્વ સંમતિથી ખેડૂત અને વેપારીને લગતા અનેક નિર્ણય કરવામાં આવ્યા હતાં.સાથે સાથે એપીએમસી ની પણ એક સામાજિક જવાબદારીના ભાગરૂપે બોર્ડની બેઠકમાં એક સંવેદનશીલ નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાટણ તાલુકો અને પાટણ શહેરમાંથી જે બ્રેન્ડેડ વ્યક્તિના અંગોનું અંગદાન કરે એવા વ્યક્તિ ના પરિવારને એપીએમસી પાટણ તરફથી પાંચ લાખ રૂપિયાની સહાય ચુકવવાનો નિણૅય કરવાની સાથે એપીએમસી પાટણ ખાતે વેપારી અને ખેડૂત ની સુરક્ષા ને ધ્યાનમાં રાખી ને આખી એપીએમસી ને લગભગ 100 થી વધારે સી સી ટીવી કેમેરા અને એ પણ હાઈ ટેકનોલોજી સાથેના સીસીટીવી કેમેરા લગાવવાનું પણ નક્કી કરવામાં આવેલું છે.જયારે તમાકુ નું વાવેતર કરતા ખેડૂતોને તમાકુના વેચાણ અર્થે ઉનાવા ખાતે જવાનું હોય છે તો એવા ખેડૂતોને પણ પાટણમાં જ એ પ્રકારની વ્યવસ્થા મળી રહે એના માટે પણ તમાકુનું એક આગવું માર્કેટ ઊભું કરવાનો પણ એપીએમસી પાટણ દ્વારા બોર્ડમાં ઠરાવ કરવામાં આવેલ છે.આ સાથે સાથે એપીએમસી ના દરેક ડિરેક્ટરો અને વાઇસ ચેરમેન અને કર્મચારીઓ જે ખૂબ મહેનત કરે છે આ એપીએમસીને વિકાસશીલ અને આગળ લઈ જવામાં એવા કર્મચારીઓને પણ દિવાળીની ભેટ સ્વરૂપે રૂ. 40 લાખ જેટલું દિવાળીનું બોનસ આપી અને એમના પરિવાર ને પણ સાચા અર્થમાં દિવાળીની ઉજવણી થાય તે માટેનો બોડીએ નિર્ણય કર્યો છે.

તો પાટણ તાલુકા અને પાટણ શહેરમાં વસતા ૫ વષૅ થી ૭૦ વષૅ સુધીની વ્યકિતઓના એક્સિડન્ટ વિમો લેવાની વિચારણા બાબતે વિચાર વિમશૅ કરવામાં આવ્યો હતો. પાટણ એપીએમસી ને ગ્રીન માર્કેટ બનાવવાના હેતુસર સોલાર સિસ્ટમ લગાવવાની મંજૂરી માન્ય રાખવામાં આવી હતી સાથે સાથે પાટણ એપીએમસી પાટણ ને બ્રાન્ડ બનાવી શુદ્ધ અને ઉચ્ચ કવોલેટી ઉત્પાદિત વસ્તુઓનું એપીએમસી દ્વારા વિતરણ કરવાના નિર્ણયને પણ માન્ય રાખવામાં આવ્યો હતો. જયારે એરંડા, રાયડો, અને ગવાર જેવા ખેત ઉત્પાદન માટે નું એનસીડીઈએકસ નું રજીસ્ટ્રેશન મેળવવા માટે પણ નિર્ણય કરાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

દિવેલાના ભાવ વધતા પાટણ માર્કેટયાર્ડમાં 3500 બોરી થી વધુ આવક…

પાટણ યાડૅમા દિવેલાના ભાવમાં રૂ.70 નો વધારો જયારે હારિજ...

પાટણ તાલુકા પંચાયત નું વષૅ 2024-25 નું રૂ.933, 33 લાખનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું…

બજેટમાં તાલુકા પંચાયત હસ્તકના વિસ્તારો સહિત આરોગ્ય, પશુપાલન ના...