પાટણ તા. ૧૧
રોટરી ક્લબ ઓફ પાટણ અને શ્રી અષ્ટાવક્ર વિકલાંગ ટ્રસ્ટ પાટણના સયુંકત ઉપક્રમે પાટણ જિલ્લાના દિવ્યાંગ ભાઈઓ બહેનો માટે મીઠાઈ વિતરણ કુછ મીઠા હો જાએ કાર્યક્ર્મ યોજાઈ ગયો.કાર્યક્રમના અધ્યક્ષ એસ.વી. વાગડોદા, મુખ્ય મહેમાન તરીકે રોટરી ક્લબ ઑફ પાટણના પ્રમુખ રો. ઝુઝારસિંહ સોઢા, મંત્રી રો.વિનોદ સુથાર, ડૉ. નીતિનભાઈ છત્રાલીયા અતિથિ વિશેષ તરીકે રો.બાબુભાઇ પ્રજાપતિ,પ્રો.ચે.રો. ભગવાનભાઈ પટેલ અને રો.નૈતિકભાઈ પટેલ સહીત પ્રભુરામ , રો. વિનોદભાઇ જોષી, રો. ઘેમરભાઈ દેસાઈ, રો. રમેશભાઈ ઠકકર, રો. રૂપેશજી ભાટિયા સહીત મોટી સંખ્યમાં રોટરી મિત્રો તથા અષ્ટાવક્ર ટ્રસ્ટ પ્રમુખ કનુભાઈ પરમાર, મંત્રી કિર્તી ભાઇ પટેલ અને કનુભાઈ પટેલ સહીત હાજર રહી કાર્યકમ દીપાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત દિવ્યાંગો દ્વારા પ્રાર્થના અને ભજનથી કરવામાં આવી હતી.સમગ્ર પાટણ જિલ્લામાંથી 200 જેટલા દિવ્યાંગોને રોટરી ક્લબ પાટણ દ્વારા દાન નહી પણ તહેવાર પ્રસંગે કુછ મીઠાં હો જાય એવા પારિવારિક ભાવથી મીઠાઈનું વિતરણ કરવામા આવ્યું હતું.
દિવ્યંગોના લાભો વિષે સમાજ સુરક્ષા અધિકારીએ ખુબ સુંદર માહિતી આપી હતી. સમગ્ર દિવ્યાંગ બંધુઓએ કૃતજ્ઞતા સહ આભારની લાગણી વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કનુભાઈ પરમાર તથા મહેન્દ્રભાઈએ કર્યુ હતું.
અહેવાલ યશપાલ સ્વામી