fbpx

પાટણ ના પાવૈયાઓના પરિવારજનો દ્વારા પોતાના અખાડા અને રહેણાંક માટે જમીન ફાળવવા કલેક્ટર ને લેખિત રજુઆત કરી..

Date:

પાટણ તા. ૨૦
પાટણ શહેરમાં મીરા દરવાજા હર્ષ નગર સોસાયટી માં રહેતા પાવૈયાઓના પરિવારજનો દ્વારા સોમવારે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઈ પરમાર ની આગેવા ની હેઠળ જિલ્લા કલેકટરને સાંડેસર પાર્ટીના ખાન સરોવર થી બાંડિયા રોડ તરફ જતા રે. સ. ન. 79, 80, 82 આગળ પડેલ સરકારી જમીન પાવૈયાઓને અખાડા માટે અને રહેવા માટે ફાળવવા માટે લેખિત રજૂઆત કરી હતી.

પાવૈયાઓના પરિવારજનો દ્વારા પાટણ કલેક્ટર ને લેખિત માં કરેલ રજુઆત માં જણાવ્યું હતું કે સાડેસર પાર્ટી ના ખાન સરોવર થી બાડીયા રોડ તરફ જતા રે. સ. ન.79,80,82 ની આગળ પડેલી સરકારી પડતર જમીન અમો પાવૈયાઓને રહેવા અને અખાડા માટે આપવામાંમાં આવે.

વધુ માં તેઓએ જણાવ્યું હતું કે અમે હર્ષનગર માં છેલ્લા 20 વષૅથી રહીએ છીએ અને ભિક્ષા વૃત્તિ કરી જીવન ગુજારીએ છીએ.અમે અગાઉ પણ અમોને જમીન ફાળવણી કરવામાં આવે તેવી અરજી આપી હોવા છતાં આ મામલે આજદિન સુધી કોઈ નિણૅય કરવામાં આવ્યો નથી. તો અમારી રહેણી કરણી આમ લોકો કરતાં અલગ પ્રકાર ની હોવાના કારણે અમે સૌ એકજ મકાન માં રહીએ છીએ અમે બહુચર માતાજી ના ઉપાસક છીએ અને સમૂહ માં રહી પૂજા કરીએ છીએ.

જેથી અમોને સમૂહમાં નાની એવી જગ્યામાં રહેવા માં હાલમાં તકલીફ પડતી હોય ત્યારે અમારા રહેઠાણ અને અખાડા માટે મોજે સાડેસર પાર્ટી ના રે. સ. ન.79.80.82 ની આગળ સરકારી પડતર જમીન પડેલ છે. જે જમીન અમને અખાડા અને રહેવા માટે વ્યવસ્થા ના ભાગ રૂપે આ જગ્યા ફાળવવા વિનતી કરી હતી સાથે સાથે પાવૈયા પરિવાર ના આધાર કાડૅ કાઢી આપવા માટે પણ તેઓએ કેલેક્ટર ને વિનંતી કરી હતી.

પાવૈયાઓના પરિવારજનો ની લેખિત રજુઆત બાબતે કલેક્ટરે તેઓને હૈયાધારણા આપતા જણાવ્યું હતું કે મેં સુરત માં પાવૈયાઓના પરિવારજનો ને જમીન ફાળવી છે. તેવી જ રીતે તમારી માગણીઓ પણ સંતોષવા હું કામ કરી આપીશ તેમ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પારેવિયા વીર દાદાના સાનિધ્યમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ…

પાટણ તા. ૨૩પાટણ જિલ્લાની જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન...

VIDEO- સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની મારામારીની ઘટના મામલે બીજા પક્ષના યુવકને પણ તલવાર વાગતા 4 સામે ફરીયાદ, આ છે મામલો

VIDEO - સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામની મારામારીની ઘટના મામલે બીજા પક્ષના યુવકને પણ તલવાર વાગતા 4 સામે ફરીયાદ, આ છે મામલો ~ #369News

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો..

શ્રી પદ્મનાભ મુક્તિધામ ખાતે અસ્થિ તર્પણ વિધિ હોલને ખુલ્લો મુકાયો.. ~ #369News