fbpx

પાલિકા પ્રમુખ સહિત ભાજપ આગેવાનો દ્રારા પદ્મનાભ ચોકડી નજીક શ્રમિક અન્નપૂણૉ યોજના કડીયાનાકા નો શુભારંભ કરાયો..

Date:

પાટણ તા. ૧૦
પાટણ નગરપાલિકા પ્રમુખ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક કડિયા નાકા નો શુભારંભ કરવામાં આવ્યો હતો.પાટણ શહેરમાં શ્રમિકોની શ્રમિક અન્નપુર્ણા યોજનાનું ભોજન વિતરણ કેન્દ્ર ના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણ નગર પાલિકાના પ્રમુખ હીરલબેન પરમારે જણાવ્યું હતું કે સરકાર દ્વારા શ્રમિકો અને જરૂરિયાત મંદ પરિવારજ નો માટે કાયૅરત કરવામાં આવેલ શ્રમિક અન્નપૂણૉ યોજના કેન્દ્ર નો આજે પાટણ શહેરના પદ્મનાભ ચાર રસ્તા નજીક ની સાથે રાજયના ૧૭ જીલ્લામાં ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રો નો શુભારંભ કરવામાં આવ્યો છે.

આ યોજના અંતર્ગત નવા ૧૫૫ ભોજન વિતરણ કેન્દ્રો શરુ થતા રાજ્યમાં જુના ૧૧૮ ભોજન વિતરણ કેન્દ્ર સહીત કુલ ૨૭૩ વિતરણ કેન્દ્રો કાર્યરત થયા છે અને દૈનિક ૭૫૦૦૦ લોકોને આ ભોજન વિતરણ પુરૂ પાડવાનો અંદાજ છે.આ યોજનાના નિયંત્રણ અને સંચાલન માટે પોર્ટલ બનાવેલ છે. સુંદર પોર્ટલમાંથી જ બાંધકામ શ્રમિકોને ટોકન આપવામાં આવે છે.

ધન્વંતરી આરોગ્ય રથ યોજના થકી પ્રાથમિક આરોગ્ય તપાસ કરવાનું પણ શરૂ કરેલ છે જે માં હાલ ૧૫૪ રથ કાર્યરત છે. સુંદર રથો દ્વારા બાંધકામ શ્રમિકોની નોંધણી પણ કરવામાં આવે છે.ઈ-નિર્માણ પોર્ટલ- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા ઈ- નિર્માણ પોર્ટલ પરથી ઈ-નિર્માણ સ્માર્ટકાર્ડ કાઢી આપવામાં આવે છે.સન્માન પોર્ટલ થકી અરજદાર પોતે યોજનાકીય અરજી કરી શકે છે અને અરજીની પ્રગતી પોટૅલ પરથી જોઈ શકે છે.

પાટણ પદ્મનાભ ચાર રસ્તા નજીક શરૂ કરવામાં આવેલ શ્રમિક અન્નપૂણૉ યોજના કડીયાનાકા ના શુભારંભ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, ભૂગર્ભ ગટર શાખા ના પૂર્વ ચેરમેન જયેશભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો,કાર્યકર્તાઓ અને શ્રમિક પરિવારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર શહેર માથી ભંગારના ડેલામાથી ચોરી કરનાર શખ્સને ચોરીના મુદ્દામાલ એલસીબીએ દબોચ્યો…

પાટણ તા. ૨૧પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરમાં આવેલ...

પાલિકાની ત્રણ મહત્વની શાખાના કોન્ટ્રાક્ટરોએ પાલિકા ને બદનામ કરવાનું કામ કર્યું છે : ચેરમેન..

પાલિકાની અંતિમ કારોબારી બેઠકમાં ચેરમેને પોતાની હૈયાવરાળ વ્યકત કરી.. પાટણ...

સંદેશ ખાલીમાં મહિલાઓ પરના અત્યાચારને પગલે પાટણ વિધાર્થી સંગઠન ખફા..

સંગઠન દ્વારા રેલી યોજી સુત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર...