પાટણ તા. ૧૬
બિરશા મુંડાજી ના જન્મ દિન નિમિત્તે તા. ૧૫ મી નવેમ્બર ના રોજ પાટણ ના સૂર્યા નગર ભીલવાસ ખાતે બિરશા મુંડાજી ની સ્થાપિત પ્રતિમા ને આદિવાસી પરિવાર તથા એકલવ્ય જન સેવા ટ્રસ્ટ દ્રારા માલ્યાપણૅ કરી ઉજવણી કરવામાં આવી હતી.મહામાનવ ભારત દેશ ના ખેડૂતો ના તથા મજદૂર ના મશીહા દેશપ્રેમ ના પ્રેરણાસ્ત્રોત ,જેમનું નામ “ધરતી આબા” (ધરતીના ભગવાન) દેશ વાસીઓ દ્વારા રાખવામાં આવ્યું તેવા સમાજ સુધારક,સમાજપ્રેમી, ગાંધીજી અને નેલ્શન મંડેલા જેમના વિચારો થી પ્રભાવિત થઈ ને ભારત અને આફ્રિકા ના લોકો માટે આઝાદી ની લડત ની ક્રાંતિ ના બીજ નું રોપણ કર્યું તેવા યુવા ક્રાંતિવીર યોદ્ધા, સુરવીર, ભારતીય ઇતિહાસ ના યુવા શહીદ, ક્રાન્તિ સૂર્ય ભારત દેશ ના માલિક એવાં બિરશા મુંડાજી ની જન્મ જયંતિ નિમિતે તેમની વીરતા ને યાદ કરી પાટણ આદિવાસી પરિવાર દ્વારા તેઓની પ્રતિમા ને માલ્યા ર્પણ કરવાનો કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો.આ પ્રસંગે મફતલાલ કે ભીલ(નિવૃત્ત નાયબ મામલતદાર), દશરથ ભાઇ ભીલ,પ્રહલાદભાઈ ભીલ,રાજેશભાઈ ભીલ, અશ્વિનભાઈ જે ભીલ, વિનોદભાઈ ભીલ, વિક્રમભાઇ ભીલ, વિજયભાઈ ભીલ વગેરે યુવા મિત્રો, અને સામાજીક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી