fbpx

સિધ્ધપુર ટાઉનમાં થયેલ ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલતી સિધ્ધપુર પોલીસ ટીમ..

Date:

ચાર આરોપીઓ મુદામાલ સાથે પકડાતા અનડીટેકટ ગુન્હાનો ભેદ ઉકેલાયો..

પાટણ તા. ૧૮
પાટણ જિલ્લાના તાલુકા મથક સિધ્ધપુર શહેરના વ્હોરવાડ મા થયેલી ઘરફોડ ચોરીનો સિધ્ધપુર પોલીસ ટીમે ગણતરી ના કલાકોમાં ભેદ ઉકેલી ચોરીના મુદામાલ સાથે ચાર આરોપીઓ ને ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિ.ડો.રવિન્દ્ર પટેલ નાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ બનતા અટકાવવા કરેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડ્યા તથા સિધ્ધપુર પીઆઈ જે.બી.આચાર્ય ની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સિધ્ધપુર ટીમે સધન પેટ્રોલિંગ હાથ ધરી વ્હોરવાડમાં મકાન નં-૨૬ માં અજાણ્યા ચોર ઇસમોએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી એક મોબાઇલ એમ.આઇ કંપનીનો તથા શો પીસની એન્ટીક કાચની ડેકોરેટીવ ચીજ વસ્તુઓ આશરે નંગ-૨૭ તથા હીચકાના સળીયા પિત્તળના નંગ-૦૮ તેમજ દરવાજાના નકુચા પિત્તળના નંગ-૦૬ તેમજ પિત્તળના હેન્ગર નંગ-૦૮ તેમજ પિત્તળના હેન્ડલ નંગ-૦૫ તેમજ પિત્તળના હિચકા લગાવવાના આંકડા તેમજ અન્ય પિત્તળની નાની ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂા.૪૦,૦૦૦ ની ચીજ વસ્તુઓની ચોરી મા સંડોવાયેલ અજાણ્યા ચાર ચોર ઈસમોએ ચોરી કરેલ મુદામાલ સાથે આબાદ ઝડપી ચોરીના બનાવનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પકડાયેલ આરોપીઓમાંશફી ઉર્ફે બાબુ ઇકબાલભાઇ શેખ હાલ રહે- છુવારાફળી તા-સિધ્ધપુર જી-પાટણ મુળ રહે-શાહેઆલમ જીતુ ભગત કમ્પાઉન્ડ ગલી નંબર-૭ શહેજાદ ફ્લેટની સામે અમદાવાદ, મુસ્તકીમ ઉર્ફે મૌલા રહીમભાઇ કાઝી રહે,છુવારાફળી તા સિધ્ધપુર જી-પાટણ, ઉંઝેફ રઝાકભાઇ મહંમંદભાઇ મેમણ રહે-તાહેરપુરા તા-સિધ્ધપુર અને અસલમશા ઉર્ફે બટકો હનીફશા દિવાન રહે છુવારાફળી તા.સિધ્ધપુર જી.પાટણ વાળા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પાંચ ગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ પાટણનો 36 મોં સ્નેહ મિલન સમારોહ યોજાયો..

સમાજના તેજસ્વી તારલાઓ,દેહદાન કરનાર સ્વજન નાં પરિવારજનો નું સન્માન...

પાટણ જિલ્લા પંચાયત ના ઈતિહાસ મા સૌથી નાની ઉમરે પ્રમુખ તરીકે ચુટાતા હેતલબેન ઠાકોર…

ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઇ માલધારી અને કારોબારી ચેરમેન દિપક પટેલની...