fbpx

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત સ્થાનિક કારીગરોને મળશે 1 લાખ સુધીની લોન…

Date:

પાટણ તા. ૨૧
સ્થાનિક કારીગરો પગભર બને તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના થકી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં જે નાના કારીગરો છે તેઓનો વ્યવસાય આગળ વધે તેમજ સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટેની આ કલ્યાણકારી યોજના માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.પાટણ જિલ્લામાં વસતા હસ્તકલા તેમજ પરંપરાગત કારીગરીના કારીગરોને તેમના રોજગારમાં મદદ મળી રહે તે અંતર્ગત પીએમ વિશ્વકર્મા યોજનામાંથી એક લાખ સુધીની લોન આપવામાં આવશે.

પીએમ વિશ્વકર્મા યોજના અંતર્ગત પાટણ જિલ્લાના કારીગરોને પણ આ યોજનાનો લાભ મળે તે માટે આજે વિડિયો કોન્ફરન્સ ના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં કુટીર ઉદ્યોગના સેક્રેટરી પી.કે. સોલંકી તેમજ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકીનિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ જોડાયા હતા. આ બેઠકમાં પાટણ જિલ્લામાં ૧૮ જેટલા વ્યવસાયોમાં કામ કરતા લોકોને પીએમ વિશ્વકર્મા યોજનાનો લાભ મળે તે માટેની ચર્ચા કરવામાં આવી હતી.પાટણ જિલ્લાના કારીગરો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટેનું આયોજન બેઠકમાં કરવામાં આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પાટણ લોકસભા પ્રભારીએ બેઠક લીધી..

પાટણ તા. 24 પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે...

જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જીલ્લા સ્વાગતનું આયોજન..

પાટણ તા. 27 પ્રજાના પ્રશ્નોને વાચા મળે તે માટે...