fbpx

ભગવાન જગન્નાથના મામેરાના યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન શ્રી કૃષ્ણ ના ગરબા ની રમઝટ જામી..

Date:

ગુર્જરવાડા મહિલા કનૈયા ભજન મંડળ ની બહેનો દ્વારા ભક્તિ સંગીતના સુરે રાસ ગરબા જામ્યા..

પાટણ તા. 18
ભગવાન જગન્નાથજી ની 141મી રથયાત્રા ના મામેરાના યજમાન તરીકે લ્હાવો લેનાર ભૂમિબેન મયંકભાઇ પરિવાર દ્વારા રવિવારના રોજ સાંજે તેમના ભગવતી નગર ખાતે ના નિવાસ્થાને મામેરાના ઉમંગ નિમિત્તે ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન ગાવા ગુર્જરવાડા મહિલા કનૈયા ભજન મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના રાસ ગરબા અને ભજનની સંગીતના સુરો વચ્ચે રમઝટ બોલાવવામાં આવી હતી.

મામેરાના યજમાન પરિવારના નિવાસ્થાને આયોજિત કૃષ્ણ ગરબા મહોત્સવ મા યજમાન પરિવાર સહિત તેમના સગા સંબંધીઓ અને સ્નેહીજનોએ ભક્તિ સંગીત મા લીન બની રાસ ગરબાની રમઝટ મચાવી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગ મા સહભાગી બનનાર સૌનો યજમાન પરિવાર દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

મામેરાના યજમાન ભૂમિબેન મયંકભાઇ પરિવાર

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું..

પાટણ પંથકમાં રણ દર્શન માટે નવીન પ્રવાસન સ્થળ રણ સફારી આકાર પામ્યું.. ~ #369News

પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસેની કેનાલમાં ખદબદતી ગંદકી : પાલિકા તંત્ર નિષ્ક્રિય…

કેનાલની ગંદકીના કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવવાની ભીતી.. પાલિકા તંત્ર દ્વારા...

વારાહી ભીડભંજન ગૌશાળાની વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ મુલાકાત લઇ પ્રીતિ ભોજન ગ્રહણ કર્યું..

પાટણ તા. ૧૬પાટણના વારાહી ખાતે રામગીરી બાપુના નેતૃત્વમાં વિશ્વ...

સીધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવનાર દરજી યુવાનની ફાયર ટીમ ની મહેનતથી આખરે લાશ મળી…

પોલીસે લાશનું પંચનામું કરી પીએમ કરાવી લાશને વાલી વારસો...