google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ શહેરના નિમૅળ નગર માગૅ પર છેલ્લા ત્રણ માસથી અવાર નવાર ચોક અપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યા…

Date:

પાટણ તા. ૨૨
પાટણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં અવારનવાર ભૂગર્ભ ગટરની લાઈનો ચોક અપ બનવાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે જેના કારણે દૂષિત પાણી માર્ગો પર રેલાતા રોગચાળો ફાટી નિકળવાની દહેશત શહેરીજનોમાં પ્રબળ બનતી હોય છે ત્યારે છેલ્લા ત્રણ માસથી શહેરના નિમૅળ નગર માગૅ પર અવારનવાર ચોકઅપ બનતી ભૂગર્ભ ગટર ના કારણે માગૅ પર રેલાતા દુષિત અને દૃગૅધ યુક્ત પાણી ના રેલા ના કારણે આ માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો સહિત વિસ્તારના રહીશોને અનેક હાલાકીઓ ભોગવવાની સાથે લોકો મા રોગચાળાની ભીતી સેવાઈ રહી છે.

આ વિસ્તારની ભૂગર્ભ ગટર ની સમસ્યા બાબતે અનેક વખત રહીશો દ્રારા પાલિકા ના સતાધીશો સહિત વિસ્તારના નગર સેવકો અને ભૂગર્ભ ગટર શાખા ને લેખિત તેમજ મૌખિક મા રજુઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી તંત્ર દ્વારા આ સમસ્યા નું કાયમી નિરાકરણ નહિ લવાતા રહીશોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી ઉદભવવા પામી છે.

બુધવારે પુનઃ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ બનતા દુષિત અને દુગૅધ યુક્ત પાણી માગૅ પર રેલાતા અને બનાવની જાણ પાલિકા ની ભૂગર્ભ ગટર શાખા ના નવનિયુક્ત ચેરમેન પ્રવિણાબેન મુકેશભાઈ પ્રજાપતિ ને થતાં તેઓએ તાત્કાલિક સ્થળ ની રૂબરૂ મુલાકાત લીધી હતી અને ભૂગર્ભ ગટર શાખા ના એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરને ચોક્અપ બનેલી ભૂગર્ભ ગટર ની લાઈનની સફાઈ કામગીરી હાથ ધરવા અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા સુચના આપી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં આશા બહેનો દ્વારા પડતર માગણીઓ મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

પગાર વધારો, પ્રમોશન ગ્રેજ્યુટી જેવા વિવિધ લાભો આપવા સરકાર...

પાટણ ના વસાવાડા ગેટ નજીક ના જર્જરિત મકાનની દિવાલ મોડી રાત્રે ધરાશાયી બનતાં ગૌમાતા દટાયા..

પાટણ ના વસાવાડા ગેટ નજીક ના જર્જરિત મકાનની દિવાલ મોડી રાત્રે ધરાશાયી બનતાં ગૌમાતા દટાયા.. ~ #369News