fbpx

પાટણ પાલિકા દ્વારા વોર્ડ નં. 1,9 અને 11 માં બાકી વેરાની ઈસ્યુ કરાયેલી આખરી નોટીસ ને લઈ 40℅ બાકીદારોએ બાકી વેરાની રકમ જમા કરાવી..

Date:

પાટણ તા. ૨૭
પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો પાસેથી વેરાની રકમ વસુલાત કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ત્યારે વોર્ડ નંબર 1,9, અને 11 માં રૂ. 50 હજારથી વધુની બાકી વેરાની રકમના 125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ઈસ્યુ કરાયાં બાદ વેરા વસુલાતની ઝુંબેશ સધન બનાવતા 40℅ બાકી વેરા મિલકત ધારકોએ પોતાની બાકી વરાની રકમ ચેક અને રોકડ થી ભરપાઈ કરી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.

બાકી વેરા વસુલાત ની કામગીરી બાબતે વધુ માહિતી આપતાં તેઓએ જણાવ્યું હતું કે પાટણ શહેરના વોડૅ નં. 1,9, અને 11 મા રૂ. 50 હજારથી વધુ બાકી વેરાની રકમ ના 125 થી વધુ મિલકત ધારકોને આખરી નોટીસ બજવણી કરી ત્રણ દિવસમાં બાકી વેરાની રકમ ભરપાઈ કરવા સુચના આપવામાં આવી હતી

જે પૈકી ઉપરોક્ત બાકી દારો પૈકી 40℅ લોકો એ પોતાની બાકી વેરાની રકમ ચેક અને રોકડે થી ભરપાઈ કરી છે તો ઉપરોક્ત વોડૅ વિસ્તારમાં કેટલીક મિલકત બંધ હાલતમાં હોવાની સાથે કેટલાક બાકી વેરા મિલકત ધારકો પાસેથી બાકી વેરાની વસુલાત કરવા ટુક સમય મા કડક કાર્યવાહી સ્વરૂપે આવી મિલકતો ને સીલ કરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું.

સાથે સાથે તેઓએ પાટણ સિધ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ પેટ્રોલ પંપની જગ્યાને બાકી વેરાને લઈને તાજેતરમાં સીલ કરવામાં આવી હતી જે જગ્યાના માલિક દ્વારા નગરપાલિકામાં બાકી વેરાની રકમ ભર પાઈ કરવામાં આવી હોય જેને લઇને વેરા શાખા દ્વારા આ પેટ્રોલ પંપ નું સીલ ખોલવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકાની વેરા શાખા દ્વારા બાકી વેરા મિલકત ધારકો સામે હાથ ધરા યેલી વેરા વસુલાતની કડક ઝુંબેશને લઈને બાકી વેરા મિલકત ધારકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો  છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભગવાન જગન્નાથજીની આંખો પરથી પાટા દુર કરી ચક્ષુ ઉનમિલન નો પ્રસંગ ઉજવાયો..

ભગવાન ની પ્રથમ દ્રષ્ટિ મેળવી જગન્નાથ ભકતોએ ધન્યતા અનુભવી.. પાટણ...