નડાબેટ દશૅન કરી ચાણસ્મા વતન ફરી રહેલ પરિવારને અકસ્માત નડ્યો..
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા…
પાટણ તા. ૨૩
પોલીસે હારીજ હાઈવે પર મુકેલ માટી ભરેલ પીપ સાથે રાત્રી ના સુમારે નડાબેટ થી પરત ચાણસ્મા આવી રહેલ પરિવારની ઈકકો ગાડી અથડાતા ૧૦ લોકો ઈજાગ્રસ્ત બનતાં તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બનાવની મળતી માહિતી મુજબ બુધવારની રાત્રે હારીજ વાદી વસાહત નર્સરી પાસે પોલીસ દ્વારા માગૅ પર ઉભા કરાયેલ માટી ભરેલ પીપ નડાબેટ થી ચાણસ્મા પરિવાર સાથે પરત ફરી રહેલ ઇકો ગાડીના ચાલકને રાત્રીના સમયે નજરે નહીં પડતાં ઈકકો ગાડી ધડાકા ભેર પોલીસ દ્વારા મુકાયેલ માટી ભરેલા પીપ ને અથડાતાં ગમખ્વાર અકસ્માત સજૉયો હતો.આ અકસ્માતમાં ઈકકો ગાડી મા સવાર ૧૦ થી વધુ મુસાફરો ને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
બનાવની જાણ ૧૦૮ ને થતાં તેઓએ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હારીજ રેફરલ તેમજ પાટણ ની ધારપુર અને ખાનગી હોસ્પિટલ માં ખસેડાયા હતા.આ અકસ્માત માં ઈકકો ગાડી નંબર જી જે. ૨૪ એકસ ૪૭૩૯ ને પણ નુકશાન થવા પામ્યું હતું.જોકે અકસ્માત ની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ હોવાનું જાણી શકાયું નથી.
અહેવાલ યશપાલ સ્વામી