પાટણ તા. 28 દર વર્ષે 28 જુલાઇને હિપેટાઇટિસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે વિશ્વ હિપેટાઇટિસ દિવસ મનાવવામાં આવે છે. હિપેટાઇટિસ એ ચેપી રોગ છે, જે હેપેટાઇટિસ A, B, C, D અને E તરીકે ઓળખાય છે. હેપેટાઇટિસ એક ચેપી રોગ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તે માત્ર સ્પર્શ કરવાથી ફેલાય છે. તેથી જ જ્યારે પરિવારના કોઈ સભ્યને આ રોગ હોય ત્યારે તેને સંપૂર્ણપણે અલગ રાખવાની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોને ચેપથી મુક્ત રાખવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે.
જેને લઈ પાટણ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે થી હિપેટાઇટિસ વિશે જાગૃતિ ફેલાવવા અને લોકોને હેપેટાઇટિસના વહેલા નિદાન, નિવારણ અને સારવાર માટે પ્રોત્સાહિત કરવા માટે રેલી યોજાઈ હતી. આ રેલીને જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુભાઈ પટેલ દ્વારા લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. જે રેલી શહેર ની સિવિલ હોસ્પિટલ માંથી પ્રસ્થાન થઈ બગવાડા, રેલવે સ્ટેશન રોડ થઈ પરત સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ હતી. રેલીમાં ફિમેલ હેલ્થ, આશા બહેનો સહિત સિવિલ સ્ટાફ જોડાયો હતો .જિલ્લા આરોગ્ય અધિકારી વિષ્ણુ ભાઈ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી અલકેશ સોહિલ, ડો દેવેન્દ્ર,ડો રાજેશ ઠક્કર સહિત સિવિલ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતા.