fbpx

પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનમાં આવતા સાત પોલીસ મથકોમાં ખડકાયેલ વિદેશી દારૂ બીયર ના જથ્થાનો રોલર ફેરવી નાશ કરાયો..

Date:

પાટણ તા. ૨૩
પાટણ જિલ્લાના રાધનપુર ડીવીઝન ના રાધનપુર, સાંતલપુર, સમી,વારાહી,શંખેશ્વર અને ચાણસ્મા સહિતના પોલીસ સ્ટેશન હદ માંથી પકડાયેલા ઇંગ્લિશ દારૂના જથ્થા નો ગુરૂવારે રાધનપુર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર,સાતલપુર,સમી, શંખેશ્વર,વારાહી, હારીજ અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની હદ માથી ગત વષૅ અને ચાલુ વષૅ દરમ્યાન ઝડપાયેલા વિદેશી દારૂ બીયરના જથ્થા ને કારણે પોલીસ મથકોમાં જગ્યા નો અભાવ સજૉતા આ જગ્યાને ખુલ્લી કરવા ગુરૂવારે ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં ખડકાયેલ વિદેશી દારૂ બીયરની બોટલો અંદાજીત ૧,૧૯,૭૫૦ કિ. રૂ.૨.૧૧,૨૦, ૮૪૨ ના જથ્થા નો નાશ રાધનપુર મહેસાણા રોડ ઉપરની ખુલ્લી જગ્યામા લોડર ફેરવી કરવામાં આવ્યો હતો.

આ વિદેશી દારૂના જથ્થા ના નાશ કરવાના સમયે રાધનપુર ડીવાયએસપી ડી.ડી.ચૌધરી, એસડીએમ રાધનપુર અને નશાબંધી અધિકારી પાટણ ની કમીટી સાથે ઉપરોક્ત તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ શહેર સહિત જિલ્લાના સમી અને હારીજ તાલુકા માં મોડી સાંજે વાતાવરણ પલટાયુ.

હારીજ- સમી પંથકમાં મીની વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો.. પાટણ તા....