fbpx

ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણની ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાયો..

Date:

જરૂરિયાત મંદ દર્દીઓ ને પાટણના જુદા જુદા રોગોના તબીબો એ તપાસી નિ: શુલ્ક દવાઓ આપી…

પાટણ તા. 24 ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી લઈ બીજી ઓક્ટોબર ગાંધી જયંતી ના દિવસ દરમ્યાન ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સેવાકીય પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યા છે. રવિવારે ભારતીય જનતા પાર્ટી પાટણ શહેર અને જિલ્લા દ્રારા પ્રદેશ મેડિકલ સેલ ની રાહબરી હેઠળ શહેરની ગાંધી સુંદરલાલ કન્યા વિધાલય ખાતે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં જરૂરિયાત મંદ દર્દીઓને પાટણના વિવિધ રોગોના તબીબો દ્વારા નિદાન કરી જરૂરી દવાઓ નિશુલ્ક પૂરી પાડવામાં આવી હતી. ગાંધી સુંદર લાલ કન્યા શાળા ખાતે આયોજિત કરાયેલા આ મેગા મેડિકલ કેમ્પમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ્, જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હીનાબેન શાહ, પાટણ જિલ્લા ડોક્ટર સેલના ડો.અંબાલાલ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, નગરપાલિકાના પૂવૅ પ્રમુખો,કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી સુંદરલાલ કન્યા શાળા ખાતે આયોજિત કરાયેલા મેગા મેડિકલ કેમ્પ દરમ્યાન શાળાના આચાર્ય સહિત સ્ટાફ પરિવાર સહિયોગી બન્યો હતો.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વર પોલીસે ચોરીના મુદામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા..

પાટણ તા. ૧૬શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં નોંધાયેલ ચોરીની ફરિયાદના...