fbpx

પાટણ યુનિવર્સિટી દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત એસઓપી અંગે ચિંતન બેઠક યોજાઈ..

Date:

પાટણ તા. ૭
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એન.ઈ.પી અંતર્ગત કાયૅ કારી કુલપતિ ડૉ. રોહિતભાઇ દેસાઈની અધ્યક્ષતામાં મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. એન ઈ પી અંતર્ગત આયોજિત આ બેઠકમાં વિવિધ વિભાગોના અધ્યક્ષ અને ડીન તેમજ યુનિવર્સિટી ના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત જે એસઓ પી તૈયાર કરવામાં આવી છે તે મુજબ કામગીરી થાય તે અંગે કુલપતિએ જરૂરી સૂચનો અને માર્ગદર્શન કર્યું હતું.

આ બેઠકમાં ઉપસ્થિત યુનિવર્સિટી ના કા. રજીસ્ટ્રાર ડો. કે.કે. પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની એસઓપી મુજબ જે વેરિયેશન આવતા હોય તેમાં ફેરફાર કરવા તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વાળા પહેલા વર્ષના જે પરિણામ આવનાર છે તે સંદર્ભે બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ ઉપરાંત વિવિધ કોર્સ ક્રેડિટ સંદર્ભે મેઝર અને માઇનર ક્રેડિટ અંગે તેમજ મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝિટ આપવા બાબતે ચર્ચા વિચારણા કરાયા બાદ ડીનની કમિટી બનાવાઈ હતી. જેમાં સાયન્સ અને આર્ટસ ફેકલ્ટીના ડીન અને કેમેસ્ટ્રીના ડો. સંગીતા શર્માનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીના ઉપલક્ષ્ય માં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ…

પાટણના ધારાસભ્ય તેમજ પાલિકા પ્રમુખ સહિતના આગેવાનોએ લીલી ઝંડી...