જિલ્લાની ચાર વિધાનસભામાં ફલાઇંગ સ્કવોર્ડને કુલ 12 ટીમોની રચના કરાઈ..
પાટણ તા. ૨૩
આગામી લોકસભાની ચૂંટણી ના પડખમ વાગી રહ્યા છે હવે ત્યારે તંત્ર દ્વારા પણ ચૂંટણીલક્ષી તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે પાટણ જિલ્લાના પ્રવેશ દ્વારો ની 13 ચેકપોસ્ટ પર આવતા જતા વાહનોનાં ચેકિંગ માટે કાયૅરત કરાશે.લોકસભા ચૂંટણી લગભગ માર્ચ માસમાં જાહેર થવાની સંભાવનાઓ વર્તાઈ રહી છે. ત્યારે પાટણ જિલ્લાની ચાર વિધાન સભામાં ફ્લાઈંગ સ્કવોર્ડની કુલ 12 ટીમની રચના કરવામાં આવી છે. જેમાં પાટણ વિધાનસભામાં 3, ચાણસ્મામાં 3,સિદ્ધપુરમાં 3, અને રાધનપુરમાં 3 ટીમની રચના કરવામાં આવી છે. ફ્લાઇંગ સ્કવોર્ડની ટીમો આચાર સંહિતા સહિતની ફરિયાદો મામલે કામગીરી કરશે.
તો સ્ટેટિક સર્વેલન્સની 39 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો 13 ચેકપોસ્ટ પર આવતા જતા વાહન ચેકિંગ કરશે. ચૂંટણી જાહેર થાય ત્યારથી જ જિલ્લાના પ્રવેશદ્વારો ૫૨ ચેક પોસ્ટો શરૂ કરી દેવામાં આવશે અને રાત-દિવસ આ ટીમો દ્વારા ચેકિંગ કાયૅવાહી કરાશે. જ્યારે એમ.સી.સી.ની એક ટીમની રચના પણ કરવામાં આવી હોવાની સાથે ચૂંટણી કામગીરી માટે જુદા જુદા 22 નોડલ ઓફિસરની નિમણુંક કરી હોવાનું નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી