fbpx

પાટણના દેવીપુજક સમાજ દ્વારા દશા માતા ના વ્રતની કરાતી અનોખી ઉજવણી..

Date:

પાટણ તા. ૬
અષાઢ વદ અમાસને દિવાસાના તહેવારથી શરૂ થયેલા દશામાના વ્રતનો મહિમા અનેરો છે ત્યારે આ વ્રતને વિધિ વિધાન મુજબ અનેક લોકો કરતા હોય છે ત્યારે પાટણ શહેરમાં દેવીપુજક સમાજ દ્વારા આ વ્રતની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે જેમાં દેવીપુજક સમાજની મહિલાઓ,પુરુષો અને બાળકો સહિત પરિવારજનો પાટણની સરસ્વતી નદીએ જઈને માટીના ગોળાકાર લાડુ બનાવી તેના પર અબીલ ગુલાલ કંકુથી સુશોભિત કરી પૂજા અર્ચના કરી કુંભની સ્થાપના કરી બાદમાં પોતાના ઘરે જઈ દશામાની સ્થાપના કરે છે.

અને દસમા દિવસે મૂર્તિનું નદીમાં જઈ વિસર્જન કરે છે. આમ પાટણ શહેરમાં દેવીપૂજક સમાજ દ્વારા દશા માતાના વ્રતની અનોખી રીતે પૂજા વિધિ છેલ્લા 25 વર્ષથી કરાતી હોવાનું પાટણના દેવીપુજક સમાજના અગ્રણી પ્રકાશ પટ્ટણીએ જણાવી આઠ બાઈના આઠ રૂપ, નવદુર્ગાના નવ રૂપ એમ દશામા ના દસરૂપ હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના બાલીસણા ગામે પેટ્રોલ ભરાવી રસ્તો ક્રોસ કરવા જતા બાઈક ચાલકને કારે અડફેટે લેતા મોત નીપજ્યું.

પાટણ ના બાલીસણા ગામે પેટ્રોલ ભરાવી રસ્તો ક્રોસ કરવા જતા બાઈક ચાલકને કારે અડફેટે લેતા મોત નીપજ્યું. ~ #369News

પાટણની લોડૅ ક્રિષ્ના સ્કૂલ ખાતે આયોજિત ચેસ સ્પધૉ મા દેવ સ્વામી એ અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો.

પાટણ તા.30પાટણ શહેરની લોડૅ ક્રિષ્ના ઈન્ટરનેશનલ પબ્લીક સ્કૂલ ખાતે...